
મુંબઈ, તા.8 મે, 2020, શુક્રવાર
બીએમસીએ મુંબઈમાં શરાબની દુકાનો બંધ કરાવી દીધા બાદ મહારાષ્ટ્ર સરકારે દારૃની દાણચોરી રોકવા રાજ્યની પાડોશી રાજ્યો સાથેની સીમાઓ સીલ કરી દીધી છે.
શરાબની દુકાનો ખુલતા મુંબઈ અને એની આસપાસના વિસ્તારોમાં દારૃ ખરીદવા લોકોએ લાંબી લાઈનો લગાવી હતી. એને લીધે સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ થતા વાઈન શોપ્સ ફરી બંધ કરાવાઈ હતી. હાલ મુંબઈ અને બીજા અમુક વિસ્તારોને બાદ કરતા રાજ્યના બીજા ભાગોમાં શરાબનું વેચાણ ચાલુ છે.
૪૫ દિવસ બાદ શરાબની દુકાનો ખુલતા આલ્કોહોલની માગ અનેક ગણી વધી ગઈ છે. એટલે એક્સાઈઝ અને પોલીસ અધિકારીઓનું એવું માનવું છે કે આંતરરાજ્ય સિન્ડીકેટ દ્વારા દારૃની દાણચોરી થઈ શકે છે.
દારૃની ગેરકાયદે હેરફેર કરવા સત્તાવાળાઓએ ચેકપોસ્ટો પર વધારાનો સ્ટાફ અને ફલાઈંગ સ્કવોડ ગોઠવી દીધી છે. સત્તાવાળાઓએ શરાબની ગેરકાયદે હેરફેરના ૪૮૨૯ ગુના તાજેતરમાં નોંધ્યા છે.
અત્રે નોંધવું ઘટે કે સોમવારે દારૃની દુકાનો ફરી ખુલ્યા બાદ અત્યાર સુધીમાં આખા મહારાષ્ટ્રમાં રૃા.૧૦૦ કરોડની શરાબ વેચાઈ ગઈ છે. રત્નાગિરીના કલેકટરે તો શરાબની હોમ ડિલીવરીની પણ છુટ આપી દીધી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yw6an2
via Latest Gujarati News
0 Comments