
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 8, મે, 2020, શુક્રવાર
લોકડાઉનમાં અત્યાવશ્યક વસ્તુ માટેના ટેમ્પો અને ગોદામમાં રાખવામાં આવેલો ૫૩ લાખ રૃપિયાના ગુટખા અને તંબાકુનો જથ્થો ક્રાઇમબ્રાન્ચ યુનિટ-૧૦ના અધિકારીઓએ જપ્ત કર્યો હતો. આ ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
લોકડાઉનમાં સાર્વજનિક વાહન વ્યવહાર પર પ્રતિબંધ છે. જ્યારે અત્યાવશ્યક વસ્તુ અને અન્ન પદાર્થ માટે અમૂક ટેમ્પોના ઉપયોગની પરવાનગી આપવામાં આવી છે. ગોવંડીમાં આવા ટેમ્પોમાં ગુટખા અને તંબાકુ હોવાની માહિતી ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧૦ને મળી હતી.
જેના આધારે પોલીસે ગોવંડીમાં શિવાજીનગર પાસે ગજાનન કોલોનીમાં શાકભાજી અને ફળ લઇ જતા ટેમ્પોની તપાસણી કરી હતી. દરમિયાન ટેમ્પોમાંથી ૨૧ લાખ ૪૮ હ૭જાર રૃપિયાનું ગુટખા અને તંબાકુ ગુણીઓમાં મળી આવ્યું હતું. પોલીસે બે આરોપીને પકડીને ચાર લાખનો ટેમ્પો પણ કબજે કર્યો હતો.
આ બંને આરોપીએ આપેલી માહિતી પરથી ગોવંડીમાં વધુ એક યુવકને પકડીને ગોદામમાંથી ૨૮ લાખ રૃપિયાનો ગુટખાનો જથ્થો જપ્ત કરાયો હતો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YYdu5J
via Latest Gujarati News
0 Comments