એક જ દિવસમાં નવા ૧૦૮૯ દરદી નોંધાતા રાજ્યમાં કોરોનાગ્રસ્તોનો આંકડો ૧૯૦૦૦ પાર થયો



(પ્રતિનિધિ દ્વારા), મુંબઈ, તા. 8 મે, 2020, શુક્રવાર

મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાનો રોગચાળો બેકાબૂ છે. સરકાર આ રોગચાળાને નાથવા આકાશ પાતાળ એક કરી રહી છે. છતાં સફળતા મળતી ન હોવાથી વહીવટીતંત્ર ચિંતામ  ડૂબી ગયું છે. દિન પ્રતિદિન કોરોના નવા દરદીની સંખ્યા વધી રહી છે. સાથોસાથ મરણનું  પણ પ્રમાણ વધી રહ્યું છે. આથી જનતા પણ નિરાશ બની ગઇ છે. હવે શું થશે એવો સવાલ ઉભો કરીને ભય મનમાં પેદા થયો છે.

મહારાષ્ટ્રમાં આજે કોરોના નવા ૧૦૮૯ દરદી નોંધાતા રાજ્યમાં કોરોનાના દરદીઓની સંખ્યા વધીને ઓગણીસ હજારનો આંક પાર કરી દીધો છે. એટલે કે સંખ્યા ૧૯૦૬૩ ઉપર પહોંચી છે. જ્યારે મુંબઇમાં પણ કોરોનાને લીધે પરિસ્થિતિ વધુને વધુ વણસી રહી છે. મુંબઇમાં કોરોનાની સંખ્યા બાર હજારનો આંકડો પાર કરીને ૧૨૧૪૨ થઇ છે. મુંબઇગરા પણ આ રોગચાળાને લીધે કંટાળી ગયા છે. તેઓનાના મનમાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. પણ પ્રત્યુત્તર મળતો નથી. આજે રાજ્યમ  કોરોનાના ૩૭ દરદી મરણ પામ્યા હતા. આથી કોરોના ગ્રસ્તોનો મરણાંક વધીને ૪૬૨ થયો છે. રાજ્યમાં મૃત્યુ પામેલા ૩૭ દરદી પૈકી એકલા મુંબઇમાં કોરોનાના ૨૫ દરદીએ જીવગુમાવ્યો છે. દિવસે દિવસે મુંબઇમાં આટલી સંખ્યામાં દરદીઓનું મોત થયું છે. આથી કેન્દ્રની આરોગ્ય વિભાગની નિષ્ણાત ટીમ દર અઠવાડિયે મુંબઇમાં આવીને આ રોગ નાથવા શું કરી શકાશે તેનો અહેવાલ કેન્દ્ર સરકારને આપશે.

આજે રાજ્યમાં ૧૬૯ દરદીઓ સાજા થયા હતા. આથી અત્યાર સુધી સાજા થયેલા ૩૪૭૦ દરદીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આ સિવાય આજે મૃત પામેલા ૩૭ દરદી પૈકી પુરુષ ૧૯ અને મહિલા ૧૮નો સમાવેશ થાય છે. એમાં મૃતકોમાં પુણેમાં ૧૦, મુંબઇમાં ૨૫, જળગાંવમાં ૧, અને અમરાવતીમાં એક દરદીનો સમાવેશ થાય છે.

આજે રાજ્યમાં કોરોનાના દરદીઓની સંખ્યામાં મુંબઇમાં ૧૨૧૪૨, પુણેમાં ૨૦૪૮, થાણેમાં ૮૨૫, સોલાપુરમાં ૧૭૯, કોલ્હાપુરમાં ૭૩, ઔરંગાબાદમાં ૪૨૩, જાલનામાં ૧૨, હિંગોલીમાં ૫૮, લાતુરમાં ૨૫,  નાંદેડમાં ૨૯, અકોલોમાં ૧૨૧, અમરાવતીમાં ૮૦, યવતમાળ ૯૫, બુલઢાણામાં ૨૪, નાગપુરમાં ૨૧૨, તથા અન્ય રાજ્યના ૩૪ દરદીનો સમાવેશ થાય છે. એમ રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.

જ્યારે આજે મુંબઇમાં કોરોનાનો કેર બકરાર રહ્યો હતો. ધારાવી, માહિમ, દાદર, મુલુંડ, દેવનાર, કુર્લા, માનખુર્દ, ગોવંડીમાં કોરોનાના દરદીમાં સતત વધારો થઇ રહ્યો છે. મુંબઇમાં આજે કોરોનાના નવા ૭૪૮ દરદી નોંધાતા શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૧૧૯૬૭ પહોંચી થઇ છે. જ્યારે ગત ૨૪ કલાકમાં મુંબઇમાં ૨૫ દરદીએ જીવગુમાવ્યો હતો. આથી શહેરમાં મરણાંક વધીને ૪૬૨ થઇ છે, એમ પાલિકાના હેલ્થ વિભાગના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. દક્ષા શાહેએ જણાવ્યું હતું.

આ સિવાય આજે ૧૫૪ દરદી સાદા થતા તેઓને ડિસ્ચાર્જ અપાયા હતા. આથી મુંબઇમાં અત્યાર સુધી કોરોનાના ૨૫૮૯ દરદી સાજા થઇને હોસ્પટિલથી ઘરે જવા દેવાયા હતા. આ ઉપરાંત કોરોના ૪૬૨ શંકાસ્પદ દરદી નોંધાયા હતા. આથી શહેરમાં શંકાસ્પદી દરદીઓ સાજા થઇને ડિસ્ચાર્જ અપાયા છે. એમ તેમણે ઉમેર્યું હતું.

મૃત પામેલામાં ૨૫ દરદીઓમાં ૧૩ પુરુષ અને ૧૨ દરદી મહિલાઓનો સમાવેશ થાય છે. એમ ડો. દક્ષા શાહેએ જણાવ્યું હતું.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cjhkd9
via Latest Gujarati News

Post a Comment

0 Comments