
મુંબઈ, નવી દિલ્હી, તા. 8 મે, 2020, શુક્રવાર
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સઘ(એ.આઈ.આઈ. એમ.એસ- દિલ્હી)ના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ બહુ મહત્ત્વનું નિવેદન કરતાં કહ્યું છે કે કોરોનનાં હોટ સ્પોટસની કાળજી યોગ્ય રીતે લેવાશે તો ભારતમાં કોરોનાનાં દરદીઓની સંખ્યા નહીં વધે. મહામારીનો પ્રકોપ નહીં ફેલાય. એટલે કે અમેરિકા, ઈટાલી, સ્પેન વગેરે દેશોમાં જે ભયાનક પરિસ્થિતિ સર્જાઈ છે તેવું ચિત્ર ભારતમાં નહીં ઉપસે.
ડો. રણદીપ ગુલેરિયાએ તેમના બહોળા અનુભવના આધારે એમ પણ કહ્યું છે કે આવતાં થોડા સપ્તાહમાં કોરોનાના દરદીઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટવા માંડશે. એક તબક્કે અમેરિકા, બ્રિટન અને ઈટાલી વગેરે દેશોમાં કોરોનાનાં દરદીઓની સંખ્યા બેફામ રીતે વધી રહી હતી. આમ છતાં હાલ આજ દેશોમાં પરિસ્થિતિ ઘણા અંશે કાબૂમા આવી છે. કોરોનાનાં નવા દરદીઓની સંખ્યા અને મૃત્યુદર ઘટી રહ્યાં છે. ભારતમાં હજી સુધી એક દિવસમાં કોરોનાના દરદીઓના સૌથી વધુ ૩૬૦૦ કેસ નોંધાયા હતા. જો કે કોરોનાના દરદીઓની સંખ્યા જે જે વિસ્તારમાં વધુ છે ત્યાં કડક, યોગ્ય અને શિસ્તબધ્ધ વ્યવસ્થા થાય તો દરદીઓની વધતી સંખ્યા પર જરૃર કાબૂ મેળવી શકાય.
ડો. રણદીપ ગુલેરિયાએ બહુ મહત્ત્વનો મુદ્દો રજૂ કરતાં કહ્યું હતું કે છેલ્લા થોડા સમયથી ભારતમાં અમુક ગાણિતિક પધ્ધતિના આધારે આગાહીઓ થઈ રહી છે. આવાં ગાણિતિક મોડલોના આધારે એવી આગાહી થઈ હતી કે એપ્રિલના અંતમાં કોરોનાનાં દરદીઓની સંખ્યા અત્યંત વધી જશે. જો કે તે આગાહી ખોટી પડી છે. વળી, અમુક લોકોએ એવી પણ આગાહી કરી છે કે મે માં કોરોના કાબૂ બહાર જશે. જો કે હાલ મે ના દિવસો ચાલે છે પણ આવું ભયાવહ ચિત્ર કોઈ જોવા નથી મળતું તો વળી, કેટલીક આગાહી મુજબ જૂન-જુલાઈમાં કોરોના કેસ અતિ મોટી સંખ્યામાં વધશે. હું માનું છું તેમ અગાઉની આગાહીની જેમ આઆગાહી પણ સાચી નહીં પડે. એટલે કે આવી મોડેલ આધારિત આગાહી અને ગણતરીને ધ્યાનમાં નથી લેવાતી. ખરેખર તો ભારતમાં લોકડાઉનને કારણે દરદીઓની સંખ્યા ઘણી કાબૂમાં રહી છે. તેનોદર ઘણો ધીમો રહ્યો છે. વળી, મોટાભાગના કેસ તો પેલા હોટ સ્પોટ્સની કાળજી યોગ્ય રીતે લેવાય તો ઘણું સારું પરિણામ આવશે. નોેંધપાત્ર બાબત તો એછે કે કોરોનાનાં જે દરદીઓને આઈસીયુની સારવારની જરૃર પડે છે તેમની ટકાવારી માંડ એક ટકા જેટલી છે. આ ટકાવારી ખરેખર બહુ જ ઓછી ગણાય.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YLZ885
via Latest Gujarati News
0 Comments