લતા મંગેશકર રિશીના નિધનના આઘાતથી હજી પોતાને સંભાળી શકતા નથી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 3 મે 2020, રવિવાર

૩૦ એપ્રિલના રોજ રિશી કપૂરે દુનિયામાંથી અંતિમ વિદાય લઇ લીધી છે. તેના નિધનથી પીઢ ગાયિકા લતા મંગેશકર હજી પણ ગમગીન છે.તે રિશીને બહુ યાદ કરી રહી છે.તેમણે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને પોતાની ભાવના વ્યક્ત કરી છે. 

રિશીને યાદ કરીને લતાજીએ ટ્વીટ કર્યું છે કે, રિશી જી તમારી બહુ યાદ આવે છે, અને હંમેશા યાદ આવશો. મારો વિચાર પાગલ જેવો લાગે પરંતુ કદાચ એવું થાય કે, જે રીતે કર્ઝ ફિલ્મમાં પાછો આવ્યો હતો. એ જ રીતે અસલ જિંદગીમાં પણ પાષો આવી જાય તો આનંદની સીમા ન રહે. 

રિશીના નિધનના સમાચાર જાણીને લતાજી ભાવુક થઇ હઇ હતી. તેમણે કહ્યું હતું કે, તેના અવસાનના સમાચાર સાંભળીને મને બહુ દુઃખ થયું હતુ. તે છ મહિનાનો હતો ત્યારે મ્ તેને ખોળામાં લીધો હતો. હું બહુ જ લાગણીવશ થઇ ગઇ છું અને હાલ હું કાંઇ જણાવી શકું એમ નથી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3b4kvE5
via Latest Gujarati News

Post a Comment

0 Comments