મુંબઈ,  તા.1 મે, 2020, શુક્રવાર

રાજ્યમાં ચોક્કસ ઔદ્યોગિક વિસ્તારોમાં લોકડાઉનના નિયમોને રાજ્ય સરકારે હળવા કર્યા હોવાની વાતને ધ્યાનમાં લઈને બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે તમામ ઉત્પાદનકર્તા એકમોને આદેશ આપીને કામે આવતા વર્કરોને પૂરો પગાર ચૂકવવા કહ્યું છે. સાથે જ જેઓ કામ પર આવતા ન હોય તેવા કર્મચારીનો પગાર કાપવાની પણ એકમોને છૂટ આપી છે.

કેન્દ્ર સરકારના ૨૯ માર્ચના આદેશને પડકારીને મેન્યુફેકચરર અને અન્ય એમ્પ્લોયરોએ કરેલી ઢગલાબંધ અરજીની સુનાવણીમાં ન્યા. ધુરોએ આ આદેશ આપ્યો હતો.

કેન્દ્ર સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ લાગુ કરીને તમામ માલિકો અને ઉત્પાદનકર્તા એકમોને તેમના કામદારો કે કર્મચારીને પૂરો પગાર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. 

કેન્દ્ર સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ લાગુ કરીને તમામ માલિકો અને ઉત્પાદનકર્તા એકમોને તેમના કામદારો કે કર્મચારીને પૂરો પગાર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ઉત્પાદકોને દલીલ કરી હતી કે તેમનુું કામ અટકી પડયું હોવાથી પગાર ચૂકવવા અસમર્થ છે. જોકે ૫૦ ટકા પગાર આપવાની તેમણે તૈયારી બતાવી હતી. આજ પ્રકારનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પ્રલંબિત હોવાથી તેમાં હાઈકોર્ટ મધ્યસ્થી કરશે નહીં, પણ અમુક વિસ્તારોમાં લોકડાઉન રાહત અપાઈ છે અને  લોકો કામ પર આવી શકે છે. જેઓ સ્વેચ્છાએ ગેરહાજર રહેતા હોય તેમનો પગાર કાયદા મુજબ  કાપવાની છૂટ છે. આ નિયમ જ્યાં લોકડાઉન લદાયું નથી ત્યાં પણ લાગુ પડશે, એમ કોર્ટે જણાવીને સુનાવણી ૧૮ મે પર મોકૂફ રાખી હતી.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KNMFZs
via Latest Gujarati News