
મુંબઈ, તા. 1 મે, 2020, શુક્રવાર
મહાનગરપાલિકાના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઈમાં કન્ટેનમેન્ટ ઝોન્સની સંખ્યા ૧૦૦૦ કરતાં પણ વધી ગઈ છે. આમાંના ૫૦ ટકા કન્ટેનમેન્ટ ઝોનતો શહેરની અતિ ગીચ ઝૂંપડપટ્ટીઓમાં છે. આમ છતાં સરકારી તંત્ર ૧૪ દિવસ પૂરા થઈ ગયા હોય તેવાં ઝોનને મુક્ત પણ કરે છે. સાથોસાથ આવાં વિસ્તારોમાં કોરોનાનો એક પણ નવો કેસ ન નોંધાયોહોય તો તેઓ આવા વિસ્તારને મુક્ત કરે છે.
પાલિકાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે શહેરમાં હાલ ૧૪૫૯ કન્ટેનમેન્ટ ઝોન છે અને તેમાંના ૩૩૧ ઝોનને મુક્ત કરાયાં છે. બાકીનાં ૧૧૨૮ ઝોનના ૫૦ ટકા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં છે, અને તે રેડ ઝોનમાં છે. આવી પરિસ્થિતિને કાબૂમાં લેવા લોકડાઉનનો અમલ શિસ્તબધ્ધ રીતે થવો જરૃરી છે.
પાલિકાએ કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરવાની કામગીરી ગયા માર્ચમાં શરૃ કરી હતી. શરૃઆતના તબક્કે તો આ સંખ્યા ૭૭ની હતી પણ કોરોનાનાં દરદીઓની સંખ્યા વધતાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા પણ વધતી ગઈ. ખાસ કરીને આવાં કન્ટેનમેન્ટ ઝોન ગીચ વસતિવાળી ઝૂંપડપટ્ટીઓમાં વધુ છે.
ગોરેગાંવની શંકરનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક વ્યક્તિને કોરોનાની અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આમ છતાં આવી ગીચ વસતિમાં લોકડાઉનનો કડક અમલ પડકારરૃપ ગણાય. આવી ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોમાં ઘરમાં શૌચાલયનથી હોતા એટલે તેઓએ નાછૂટકે જાહેર શૌચાલયનો ઉપયોગ કરવો પડે છે. ઉપરાંત આવાં કન્ટેનમેન્ટ ઝોનમાં પોલીસની હાજરી પણ સતત ન રાખી શકાય.
આવી ગીચ વસતિમાં કદાચ પણ કોરોનાની શંકાસ્પદ વ્યક્તિ હોય તોતે અન્ય વ્યક્તિઓનાં સંસર્ગમાં ન આવે તેની પણ પૂરતી કાળજી રાખવી જરૃરી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xvJdzO
via Latest Gujarati News
0 Comments