કોવિદ-૧૯ની સારવાર માટે મહાલક્ષ્મી અને લોઅરપરેલમાં બે આઈસોલેશન ફેસિલિટી ઊભી કરાશે



 મુંબઈ,  તા.1 મે, 2020, શુક્રવાર

આખા મુંબઈમાં જી- સાઉથ વોર્ડ (મહાલક્ષ્મી, વરલી, લોઅરપરેલ)માં કોવિદ-૧૯ના સૌથી વદુ કેસ નોંધાયા છે. આ વોર્ડમાં હવે આઈસોલેશન ફેસિલિટીઝ ઊભી કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

મુંબઈ મહાપાલિકાએ કોવિદ-૧૯ના દર્દીઓની સારવાર માટે ૨૦૦ બેડની આઈસોલેશન ફેસિલિટી ઊભી કરવા મહાલક્ષ્મી રેસકોર્સ પર પસંદગી ઉતારી છે. રેસકોર્સના પાર્કિંગ લોટમાં સારવાર કેન્દ્ર સ્થાપવા વિચારણા ચાલી રહી છે. બીજી તરફ, લોઅરપરેલના રેલવે ગ્રાઉન્ડમાં ૧૦૦- ૨૦૦ બેડની આઈસોલેશન ફેસિલિટી ઊભી થશે.

મહાપાલિકા એક વરિષ્ઠ અધિકારીએ એવી માહિતી આપી હતી કે મહાલક્ષ્મીની આઈસોલેશન ફેસિલિટીમાં લાઈટવેઈટ કાર્ડબોર્ડ બેડસની વ્યવસ્થા રખાશે, જે સોંધા હોવા ઉપરાંત ૨૦૦ કિલોથી વધુ વજન ખમી શકે છે. 'આઈસોલેશન ફેસિલીટી માટે રેસકોર્સના મેદાનનો વિચાર પડતો મુકાયો છે. કારણ કે એમાં ઘણાં બધા ઈન્ફ્રાસ્ટ્રકચરના પડકારોનો સામનો કરવો પડે તેમ છે. દરેક બેડમાં ઓક્સિજન સપોર્ટ રખાશે અને ફેસિલિટીમાં ૨-૩ આઈસીયુ પણ હશે', એમ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.

માજી વિધાનસભ્ય અને શિવસેનાના નેતા સચિન આહિરે જણાવ્યું હતું કે વધુ આઈસોલેશન ફેસિલિટી ઊભી કરવા અમે બાન્દ્રા- કુર્લા કોમ્પ્લેક્સ, મુલુન્ડ અને ગોરેગામ જેવા બીજા વિકલ્પોનો પણ વિચારી કરી રહ્યા છીએ.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aVkaDJ
via Latest Gujarati News

Post a Comment

0 Comments