ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસીસ સેંટર બનવાનું મુંબઈનું શમણું અંતે તૂટયું



મુંબઈ,  તા.1 મે, 2020, શુક્રવાર

મહાનગર મુંબઈનું ઈન્ટરનેશનલ ફાયનાન્શિયલ સર્વિસીસ સેંટર (આઈએફએસસી) બનવાનું લાંબા સમયનું સપનું હવે દફન થઈ ગયું છે.

અત્યાર સુધી આ બાબતે તર્ક વિતર્ક થતા હતા પણ હવે આ વાત સત્તાવાર બની ગઈ છે.

કેન્દ્ર સરકારે પોતાના ૨૭મી એપ્રિલના ગેઝેટ નોટિફિકેશનમાં એવી જાહેરાત કરી છે ગુજરાતનું પાટનગર ગાંધીનગર આઈએફએસસી ઓથોરિટીનું હેડકવાર્ટર હશે. અહીં નોંધવું ઘટે કે ગાંધીનગરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી (ગિફટ) આકાર  લઈ રહ્યો છે.

છેલ્લાં થોડા વરસોમાંએ  વાત દીવા જેટલી સ્પષ્ટ થઈ ગઈ હતી કે મોદી ગાંધીનગરને આઈએફએસસીનો લાભ આપવા ઈચ્છે છે. મુંબઈનો એમાં ગજ વાગવાનો નથી એ વાત એકદમ દેખીતી બની ગઈ જ્યારે વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રની પોતાના જ પક્ષની સરકારને બીકેસીમાં આઈએફએસસી માટે રખાયેલી જમીન બુલેટ ટ્રેનના ટર્મિનલ માટે આપી દેવાની ફરજ પાડી હતી.

૨૦૦૬માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે મુંબઈમાં આઈએફએસસી સ્થાપવાની જાહેરાત કરી હતી. ત્યારથી આ પ્રોજેક્ટનું કામ મંથર ગતિએ ચાલતું હતું. ટાઈમ- ઝોન પ્રમાણે મુંબઈ સિંગાપુર અને લંડનના બે મોટા આઈએફએસસી વચ્ચોવચ આવે છે. મુંબઈને એની અનોખી ભૌગોલિક પોઝિશનનો લાભ આપવા આ પ્રોજેક્ટનો વિચાર કરાયો હતો.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35nbNQh
via Latest Gujarati News

Post a Comment

0 Comments