રાહુલ ધોળકિયાની ફિલ્મમાંથી ક્રિતિ સેનોન નીકળી જતાં તાપસી પન્નુની એન્ટ્રી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 3 મે 2020, રવિવાર

રાહુલ ધોળકિયા ક્રિતી સેનોનને લઇને એક ક્રાઇમ થ્રિલર બનાવાનો હતો. આ ફિલ્મની ઘોષણા પણ કરી દેવામાં આવી હતી. આ ફિલ્મને ૨૦૧૯ના ઓગસ્ટના જ ફ્લોર પર લઇ જવામાં આવવાની હતી, પરંતુ ક્રિતિની તારીખોની સમસ્યાના કારણે શૂટિંગ શરૂ થઇ શક્યું નહીં. પછીની તારીખો પણ ક્રિતીની અન્ય ફિલ્મોની ડેટસ સાથે ક્લેશ થતી હોવાથી ક્રિતિને આ ફિલ્મ છોડી દેવી પડી છે. આ પછી રાહુલ ધોળકિયા અન્ય અભિનેત્રીના શોધમાં વ્યસ્ત થઇ ગયો. 

આ એક વુમેન સેન્ટિક ફિલ્મ છે. તેથી ફિલ્મસર્જક ઇચ્છતો હતો કે કોઇ દમદાર ્દાકારા આ રોલ નિભાવે. રાહુલે આ પહેલા સારા ્લી ખાાનનો પણ સંપર્ક કર્યો હતો પરંતુ તેણે પણ અસમર્થતા દાખવી  હતી. હવે આ ફિલ્મને મુખ્ય અભિનેત્રી તરીકે તાપસી પન્નુ મળી હઇ છે. 

ફિલ્મ સાથે સંકળાયેલ એક સૂત્રે જણાવ્યું હતું કે, ક્રિતી સેનોન ફિલ્મમાંથી નીકળી ગઇ પછી રાહુલે સારા ્લી ખાનનો અપ્રોચ કર્યો હતો પરંતુ તે પણ આ ફિલ્મ માટે તારીખો આપી શકે એમ નહોતી. આ પછી ફિલ્મસર્જકે તાપસીનો સંપર્ક કર્યો હતો. તાપસીને આ ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડી હતી. આ એક ઉત્તમ ક્રાઇમ થ્રિલર બને તેવી શયતા છે. રાહુલ અને તાપસીએ બદલા ફિલ્મમાં પણ સાથે કામ કર્યું છે. 

હવે આ ફિલ્મ ફ્લોર પર આવતા વરસે જાય તેવી જ શક્યતા છે. તાપસીએ ફિલ્મ માટે હા તો પાડી દીધી છે, પરંતુ હજી ડેટસનો મેળ કરવાનો બાકી છે. તેની પાસે હસીન દિલરૂબા, શાબાશ મિઠ્ઠુ,, લૂપ લાપેતા અને સંજય લીલા ભણશાલીના બેનરની એક ફિલ્મ પણ છે. જ્યારે કોવિડ ૧૯નો ભય ઓછો થઇ જશે અને કામ શરૂ થશે ત્યારે જ આ ફિલ્મ ્બાબત તાપસી અને રાહુલ ફરી ચર્ચા કરશે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aYE0ht
via Latest Gujarati News

Post a Comment

0 Comments