
મુંબઇ,તા.13 મે, 2020, બુધવાર
મુંબઇ મહાપાલિકા સંચાલિત હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાના દરદીઓને માટે નવી દવા અસરકારક સાબીત થઇ છે. મુખ્યત્વે કોરોનાના તીવ્ર લક્ષણો ધરાવતા ગંભીર સ્થિતિમાં હોય એવા દરદીઓને ઇન્જેક્શન ટોસીલુઝુમેબ નામની નવી દવા આપવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં કોરોનાના ૪૦ ગંભીર દરદીઓને આ નવી દવા આપવામાં આવ્યા બાદ આમાંથી ૩૦ દરદીઓની તબિયત ઝડપથી સુધરવા માંડી છે. તેમને વેન્ટિલેટરની પણ જરૃર નથી પડી. ૪૦ દરદીમાંથી ૧૪ દરદી સાજા થતા ઘરે જવાની રજા આપવામાં આવી છે, એમ એક મરાઠી દૈનિકના અહેવાલમાં જણાવાયું છે.
સેવન હિલ્સ હોસ્પિટલમાંથી ૧૦૦૬ દરદીને રજા અપાઇ
બઇમાં મહામારી ફેલાયા પછી તેની સારવારમં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવનારી અંધેરી - મરોલની સેવન હિલ્સ હોસ્પિટલમાંથી અત્યાર સુધીમાં કોરોનાના ૧૦૦૬ દરદીઓ સાજા થઇ જતા ઘરે જવાની રજા આપવામાં આવી હતી.
સેવન હિલ્સ હોસ્પિટલમાં પહેલી એપ્રિલે કોરોનાનો પહેલો દરદી દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી દરદીઓનો પ્રવાહ શરૃ થઇ ગયો હતો. ૮૯૮ બેડની સુવિધાવાળી આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દરદીઓએ દવા અને ઉપચારને પ્રતિસાદ આપ્યો હતો. અને આ રીતે ૧૦૦૬ દરદીઓને અત્યાર સુધીમાં ઘરે પાઠવવામાં આવ્યા છે. સેવન હિલ્સમાં આગામી થોડા દિવસમાં બેડની સંખ્યા વધારીને ૧૩૦૦ કરવામાં આવશે એવું જણવા મળ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zDRUbH
via Latest Gujarati News
0 Comments