ચાલુ નાણાંકીય વરસમાં રાજ્યની તિજોરીમાં 40 ટકાની ઘટ પડશે



મુંબઈ,તા.13 મે, 2020, બુધવાર

 કોવિડ-૧૯ના રોગચાળાને  કારણે રાજ્યનું  અર્થતંત્ર   ખોરવાઈ જશે  એવી પ્રતિતી તો હર કોઈને માચના અંતમાં  જ થઈ હતી.  પરંતુ હવે  એની સ્પષ્ટ અસર રાજ્યનીતિજરી પર વર્તાશે  એવાં  આંકડાં  પણ બહાર આવી ગયા છે.  રાજ્ય સરકારે નીમેલા આર્થિક નિષ્ણાંતોની સમિતિના તારણ અનુસાર  આ વરસેરાજ્યની  વાર્ષિક  મહેસૂલ આવકમા  ૪૦ ટકાની ઘટપડશે.

નાણાંપ્રધાને બજેટમાં  સાડા ત્રણ લાખ કરોડની  મહેસૂલી આવકનો અંદાજ  માંડયોહતો   ૨૧મી માર્ચથી રાજ્યમાં તમામ આર્થિક  પ્રવૃત્તિઓ  લગભગ થંભીગઈ છે  ૨૦મી એપ્રિલ પછીએમાં  આંશિક છૂટ મળી હતી પણ એની કોઈ ઝાઝી સાનુકૂળ અસરવર્તાઈ નથી. 

નવા અંદાજ પ્રમાણે વર્તમાન નાણાંકીય વરસમાં  રાજ્યની તિજોરીમાં  બે લાખ કરોડથી સહેજ વધુ રકમ આવશે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cxjHt3
via Latest Gujarati News

Post a Comment

0 Comments