
મુંબઈ, તા.૧૪ મે, 2020, ગુરુવાર
નવી મુંબઈમાં કોરોના વાઈરસના લગભગ ૬૦ ટકા જેટલા દરદીઓ એવા છે જેઓમાં આ બીમારીનાં કોઈ જ લક્ષણો જણાતાનથી. એમ નવી મુંબઈ પાલિકાના કમિશનર આબ્બા સાહેબ મીસળે કહ્યું હતું.
નવી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર આબ્બા સાહેબ મીસળે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ પરિસ્થિતિ ખરેખર ભારે જોખમી ગણાય. આવા લોકો અદ્રશ્ય રીતે કોરોનાનો ચેપ ફેલાવી શકે છે. ભવિષ્યમાં નવી મુંબઈમાં જોખમી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આવા પડકારરૃપ સંજોગોમાં વધુમાં વધુ લોકોનું તબીબી પરીક્ષણ કરવું જરૃરી છે. વ્યાપક સર્વેક્ષણ કરવું જરૃરી છે. હા, પ્રત્યેક વ્યક્તિનું સર્વેક્ષણ શક્ય નથી. આમ છતાં વ્યાપક સર્વેક્ષણ કરવું અતિ આવશ્યક છે.
કમિશનર આબ્બા સાહેબ મીસળે એવી માહિતી આપી હતી કે નવી મુંબઈમાં કોરોનાનો કુલ કેસના ૨૦- ટકા કેસ ખરેખર ગંભીર લક્ષણોવાળા છે. જો કે આવા ગંભીર કેસમાં ૬૦ કરતાં વધુ વર્ષની વયના વૃદ્ધજનોની સંખ્યા વધુ છે.
હાલ નવી મુંબઈમાં કોરોનાના કુલ કેસ ૯૧૦ છે. જો કે આમાંથી ૨૦૨ દરદીઓ સાજો થઈ ગયાં હોવાથી તેઓને ઘરે જવાની મંજુરી અપાઈ છે.
નવી મુંબઈ મહાનગરપાલિકા હવે કોરોનાની મહામારી વિશે તમામ વિગતો માહિતી આપતું એક ખાસ 'ડેશ બોર્ડ ' તૈયાર કર્યું છે. આવા દેશ બોર્ડ દ્વારા કોરોનાના કુલ કેસ, કઈ હોસ્પિટલમાં દરદીઓની સારવાર માટે કેટલી પથારી (બેડ) ઉપલબ્ધ છે, કેટલી ફાળવવામાં આવી છે. અને હવે પછી કેટલી પથારીની ફાળવણી થઈ શકશે વગેરે ઉપયોગી માહિતી મળી શકશે.
બીજી બાજુ નવી મુંબઈ પાલિકાએ એગ્રીકલ્ચર 'પ્રોડયુસ માર્કેટ કમિટ (એપીએમસી) ના સંચાલકોને ઓનલાઈન વ્યવહાર - વ્યવસ્થા કરવા સૂચના આપી છે કે ઓનલાઈન વ્યવહારથી માર્કેટમાં માનવીય અવરજવર નહીં થાય. આમ તો આખી માર્કેટ બંધ રાખવી મુશ્કેલ છે, કારણ કે આમ પણ આવતા અઠવાડિયે માર્કેટ ફરીથી શરૃ થવાની છે. ઉપરાંત મુખ્ય માર્કેટની કુલ પાંચ વિવિધ માર્કેટને સંપૂર્ણ ચેપરહિત બનાવવા પાંચ ખાસ ટીમ પણ કાર્યરત છે. હજી પણ આવી વધુ ટીમ તૈયાર કરવામાં આવશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zAIwG7
via Latest Gujarati News
0 Comments