કોરોનાવાયરસ ને માત આપવા માટે હવે રાજ્ય સરકાર આયુર્વેદિક ઉપચારનો સહારો લેશે



(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ તા14 મે, 2020, ગુરુવાર

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસ ની બીમારી દિનપ્રતિદિન વધી રહી છે આ સમસ્યાને માપવા માટે ડોક્ટરો અને નસો રા ત દિવસ સેવા આપી રહ્યા છે. છતાં કોરોનાવાયર સ નિયંત્રણમાં આવતો નથી. આથી

 હવે કોરોના દર્દીઓ માટે આયુર્વેદિક સારવાર આપવામાં આવશે.  મુખ્યપ્રધાન  ઉદ્ધવ ઠાકરેએ આ માટે આયુર્વેદિક ડોકટરોની એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. ટીમમા ભૂત પૂર્વ મેયર શુભા રાઉલ અને અન્ય આયુર્વેદિક ડોક્ટરો સામેલ થશે.  ડોકટરોની આ ટીમે ડો.  તાત્યારાવ લહાણે ના અંતર્ગત હેઠળ કામ કરશે.

 ટાસ્ક ફોર્સ રાજ્યભરના દર્દીઓને આયુર્વેદિક સારવાર કેવી રીતે આપવી જોઇએ તે અંગે માર્ગદશકાઓનો એક સેટ બનાવશે.  ઉપરાંત, જાણવા મળ્યું છે કે આ ટાસ્ક ફોર્સ દર્દીઓ દ્વારા કઈ આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવો જોઇએ અને તે દવા મહારાષ્ટ્રના ખૂણે ખૂણા સુધી કેવી રીતે પહોંચી શકે તે શોધવાનું કામ કરશે.

 મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ ના સૌથી વધુ  દર્દીઓ  મુંબઇ અને પુણેમાં છે.  રાજ્ય સરકાર દ્વારા કોરોનાને હરાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે.  અગાઉ, લીલાવતી હોસ્પિટલમાંકોરોના દર્દી પર પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ કર્યા હતો.  શરૃઆતમાં એક દર્દી પર પ્રયોગ સફળ રહ્યો.  જોકે, દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.  પરંતુ કોરોનાવાયરસ ની બિમારી માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્લાઝ્મા થેરાપીને મંજૂરી આપવામાં આવી છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bw1iM4
via Latest Gujarati News

Post a Comment

0 Comments