નગરસેવકો-પરિવારને ખાનગી લેબમાં કોરોના ટેસ્ટની છૂટઃ પાલિકાના પગલા સામે વિરોધ



મુંબઇ, તા.2 મે, 2020, શનિવાર

કોરોનાવાઇરસ (કોવિડ-૧૯)ના લક્ષણો જણાતાં ન હોય તેવા અન્ય બિમારીઓ વગરના દરદીઓનો કોવિડ ટેસ્ટ કરવા પર મુંબઇ મહાનગર પાલિકાના કોરોના ટેસ માટેના નવા નિયમો દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પરંતુ પાલિકાએ ગુરુવારે જારી કરેલા એક પરિપત્રમ  જણાવાયું હતું કે મુંબઇના ૨૨૭ નગરસેવકો તથા તેમના પરિવારજનો મેટ્રોપોલિસ તથા થાયરોકેર સિવાયની ખાનગી લેબોરેટરીઓમાં કોરોના ટેસ્ટ કરાવી શકે છે. કાર્યકરોએ પાલિકાના આ પગલા સામે વિરોધ દર્શાવ્યો છે. અને પ્રશ્નો ઉઠાવ્યો છે. નગરસેવકોને કન્ટેનમેન્ટ (અવરજવર પર પ્રતિબંધવાળા) ઝોનની કે તેમના મત ક્ષેત્રની મુલાકાતે જઇ નાગરિકોને સહાય કરવાની અથવા કન્ટેનમેન્ટ ઝોનમાં ભોજન પહોંચાડવા જેવી પ્રવૃત્તીઓમં સામેલ કરવામા આવ્યા તે બાદ આ પરિપત્ર જારી કરવામાં આવ્ યો હતો. જો કે કન્ટેનમેન્ટ ઝોનમાં ભોજન પૂરુ પાડવા જતા નગરસેવકો અને તેના પરિવા રજનો માટે આ છૂટ હ વાની સ્પષ્ટતા કરાઇ હતી.

આરટીઆઇ (રાઇટુ ઇન્ફોર્મેશન-માહિતી અધિકાર)ના એક કાર્યકરે કહ્યું હતું કે પોતાના નગરસેવકો હોય કે કોરોનાના દરદીની સારવાર કરનારા મોખરા (ફ્રન્ટલાઇન)ના આરોગ્યકર્મીઓ હોય પણ પાલિકાએ સૌ સાથે એક સમ ન વ્યવહાર કરવો જોઇએ.

નગરસેવકોના કોરના ટેસ્ટ સરકારી લેબોરેટીઓમાં કેમ ના થઇ શકે અને તેમને ખાનગી  લેબોરેટરીની જરૃર શા માટે છે એવા પ્રશ્નો પણ આ કાર્યકરે કર્યા હતાં.

વધુમાં તેમણે પ્રશ્ન કર્યો હતો કે અગાઉ, કોવિડના દરદીઓના સંપર્કમાં રોજ આવતા ડોક્ટરો, નર્સો તથા ચોથા  વર્ગના કર્મચારીઓ માટે આ પ્રકારના કેમ લેવાયા ન હતા? પાલિકા એકાએક નગરસેવકો અને તેમના સગાંવ્હાલાને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવા માગે છે?

પાલિકાના નવા નિયમો મુજબ લક્ષણો દેખાતાં હોય તેવા જ દરદીનો કોરોના ટેસ્ટ કરવો જોઇએ. જ્યારે લક્ષણ વગરના દરદીને પાલિકાના કોવિડ કેર સેન્ટરમાં ક્વોરન્ટીન કરાય તે પછી ક્વોરન્ટીનના પાંચમા તથા ૧૪માં દિવસે તેનો ટેસ્ટ કરવો.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SwqqeK
via Latest Gujarati News

Post a Comment

0 Comments