સોનૂ સૂદે 200 ઇડલી વેન્ડર્સને મુંબઈથી તમિલનાડુ પહોંચાડયા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 08 જૂન 2020, સોમવાર

સોનૂ સૂદ હજી પણ લોકોને પોતાના ઘરભેગા કરવાનું સદકાર્ય કરી રહ્યો છે. હવે તેણે ઇડલી વેંચતા તમિલનાડુના ૨૦૦ ફેરિયાઓને મુંબઇથી પોતાના વતન મોકલ્યા છે. આ માટે અભિનેતાએ બસોની વ્યવસ્થા પણ કરી હતી. 

સોશિયલ મીડિયા પર સોનૂનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે ઇડલી વેન્ડર્સને બસમાં રવાના કરતા પહેલા નારિયેળ ફોડી રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે સોનૂ આ તમામ પ્રવાસીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની ભલામણ કરી રહ્યો છે તેમજ ધ્યાન રાખવાની શિખામણ પણ આપી રહ્યો છે. બસ ઉપડતા પહેલા પ્રવાસીઓ સોનૂ સૂદનો આભાર માની રહેલા જોવા મળે છે. 

સોનૂ પોતાની રીતે આ કામ કરી રહ્યો છે અને લોકોના આશીર્વાદ લઇ રહ્યો છે. તે આજે સલમાન ખાન કરતા પણ વધુ લોકપ્રિય થઇ ગયો છે. તેનું કહેવું છે કે, જ્યાં સુધી એક એક પ્રવાસી મજૂર પોતાના ઘરે નહીં પહોંચે ત્યાં સુધી હું મારુ કામ ચાલુ રાખવાનો છે. આ કામ માટે સોનૂએ એક ટીમ બનાવી છે તેમજ તે પોતે પણ સખત મહેનત કરી રહ્યો છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fakQI9
via Latest Gujarati News

Post a Comment

0 Comments