
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.13 જૂન 2020, શનિવાર
કોરોના રોગચાળાને કારણે શૂટિંગ પર પાબંધી હતી. પરંતુ હવે જલદી જ શૂટિંગ શરૂ થવાના અણસાર છે. ચોક્કસ નિયમોનું પાલન કરીને શૂટિંગ શરૂ કરવાની તૈયારીઓ નિર્માતા કરી રહ્યા છે. તેવામાં શક્તિ કપૂરે પુત્રી શ્રદ્ધાને શૂટિંગ માટે મંજૂરી નહી આપે તેવી વાત કરી છે.
આ દરમિયાન શક્ય તેટલા ઓછા ક્રુ મેમ્બર્સ સાથે શૂટિંગ કરવામાં આવશે તેમ બોલીવૂડમાં ચર્ચા છે. છતા ંશક્તિ કપૂર પોતાની દીકરી શ્રદ્ધા કપૂરને લઇને ચિંતિત છે. તે નથી ઇચ્છતા કે હાલની પરિસ્થિતિમાં શ્રદ્ધા શૂટિંગ કરે. તેમણે આ વાતનો ખુલાસો એક ઇન્ટરવ્યુમાં કર્યો છે કે તે શ્રદ્ધાને શૂટિંગ માટે પરમિશન આપવાનો નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતુ ંકે, આવનારા દિવસોમાં હું બહાર જઇને કામ કરવાનો નથી તેમજ પુત્રી શ્રદ્ધાને પણ શરૂ કરવા નહીં દઉં. મને નથી લાગતું કે કોરોના વાયરસનું જોખમ ઓછુ થઇ ગયું છે. મને લાગે છે ત્યાં સુધી હજી બહાર નીકળીને કામ કરવામાં બહુ રિસ્ક છે. આવી પરિસ્થિતિમાં હું મારા સંતાનોને બહાર જવાની મંજૂરી આપી શકુ નહીં.એક અભિનેતા તરીકે હું કામનું મહત્વ સમજું છુંપરંતુ આપણા જીવનની કિંમત પર નહીં. મારા મતે શૂટિંગની ઉતાવળ કરવી જોઇએ નહીં. હું અમારી ઇન્ડસ્ટ્રીના મારા ગુ્રપના લોકોને કહેવા માંગુ છું કે, કોરોનાની ચપેટમાં આવીને જીવ જોખમમાં નાખવો અને હોસ્પિટલના બિલ ભરવા કરતાં વધુ સારું છે કે ઘરે બેસીને થોડી વધુ રાહ જોઇએ. હજી પણ પરિસ્થિતિ બહુ ખરાબ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, હોસ્પિટલમાં બિછાનાઓની અછત છે તેમજ વધુ પડતા રૂપિયા પડાવી રહ્યા છે. હાલમાં જ એક સમાચાર જાણવા મળ્યા હતા કે એક વ્યક્તિ હોસ્પિટલનું બિલ ન ભરી શકવાથી તેને હોસ્પિટલના ખાટલા સાથે બાંધીને રાખવામાં આવ્યો હતો. જેને વિડિયો હું મોકલી રહ્યો છું.અત્યારની પરિસ્થિતિમાં માનવતા મરી પરવારી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30GKlg2
via Latest Gujarati News
0 Comments