
મુંબઈ, તા. 11 જુલાઈ 2020, શનિવાર
બોલીવૂડ એકટ્રેસ શ્રદ્દા કપૂર એ અભિનેત્રીઓમાંથી છે જે, સોશિયલ મીડિયા પર સક્રિય છે. ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સના મામલે શ્રદ્ધાએ એકટર્સને પણ પાછળ છોડી દીધા છે. શ્રદ્ધા સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને ફિલ્મો માટે ચર્ચામાં હોય છે.
શ્રદ્ધાના ઇન્સ્ટાગ્રામ પર ૫૦ મિલિયન એટલે કે પાંચ કરોડથી પણ વધુ ફોલોઅર્સ થઇ ગયા છે. તે હવે આ યાદીમાં ત્રીજા સ્થાને છે. આ યાદીમાં પ્રિયંકા ચોપરા પ્રથમ અને દીપિકા પદુકોણ બીજા સ્થાને આવે છે. પ્રિયંકાના ૫૪.૭ અને દીપિકાના ૫૦.૩ ફોલોઅર્સ છે.
આંકડાના અનુસાર શ્રદ્ધા દીપિકાથી વધુ પાછળ નથી. તો વળી શ્રદ્ધા પછી આલિયા ભટ્ટનું નામ આવે છે ેના ૪૭.૮ ફોલોઅર્સ છે.
તે ચોથા સ્થાન પર છે. હાલમાં શ્રદ્ધાએ ઇન્સ્ટાગ્રામ પર લોકડાઉનની પોતાની અંગત એકટિવિટી પણ ફેન્સ સાથે શેર કરી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Cu3p6Z
via Latest Gujarati News
0 Comments