
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.19 ઓગસ્ટ 2020, બુધવાર
બાગી ૩ના રિલીઝ પહેલા ટાઇગર શ્રોફ, અહમદ ખાન અન ેસાજિદ નડિયાદવાળા હીરોપંતી ટુની ઘોષણા કરી છે. હવેના સમાચાર અનુસાર ટાઇગર શ્રોફની હિરોઇન તરીકે નિર્માતા બે હિરોઇનોના નામ પર વિચાર કરી રહ્યો છે. તેમાંથી કઇ અભિનેત્રી રોલ મેળવી જાય છે તે જોવું રહ્યું.
સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, હીરોપંતી ટુ માટે ફિલ્મસર્જક કેટરિના કૈફ અથવા તો સારા અલી ખાનમાંથી કોઇ એકને ટાઇગર ઓપોઝિટમાં લેશે. આ ફિલ્મને સાજિદ નડિયાદવાળા ટોચના સ્તરે ફિલ્માવાનો વિચાર કરી રહ્યા છે. જેમાં શાનદાર એકશન દ્રશ્યો હશે. તેથી આ રોલ માટે કેટરિના વિશે મેદાન મારી જાય તેવી શક્યતા છે. તેમજ ફિલ્મમેકર્સનું માનવું છે કે ટાઇગર અને કેટરિનાની જોડી રૂપેરી પડદે વધુ સારી લાગશે.
સારા અલી ખાને પોતાની કારકિર્દીમાં હજી સુધી એક પણ એકશન ફિલ્મ કરી નથી. એક ચર્ચા અનુસાર સારા ઘણા સમયથી સાજિદ સાથે એક ફિલ્મની ચર્ચા કરી રહી છે, પરંતુ તે કઇ ફિલ્મ છે તે હજી સુધી જાણવા મળ્યું નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/327sIFh
via Latest Gujarati News
0 Comments