ઈન્ડેક્સ 40310 અને નિફટી ફયુચર 10828 મહત્ત્વનાં સપોર્ટ


બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૪૦૬૮૫.૫૦ તા.૨૩.૧૦.૨૦) ૩૯૬૬૭.૪૭નાં  બોટમની સુધારા તરફી હાલ ૧૨ દિવસની એવરેજ ૪૦૧૬૯.૪૮ અને ૪૮ દિવસની ૩૮૯૬૮.૩૯ તેમજ ૨૦૦ દિવસની ૩૭૨૫૫.૯૫ છે. ઉપરમાં ૪૦૯૭૬ ઉપર ૪૧૦૪૮, ૪૧૩૪૦ સુધીની શક્યતા. નીચામાં ૪૦૪૮૦, ૪૦૩૧૦, ૪૦૧૫૦ અંતિમ સપોર્ટ ગણાય. તેજીનો વેપાર કરનારે સાવચેત રહેવું જરૂરી. બજાર ડેન્જર ઝોનમાં છે.

એપોલો હોસ્પીટલ (બંધ ભાવ ૨૦૭૫.૦૦ તા.૨૩.૧૦.૨૦) ૨૩૩૩નાં ટોપથી પ્રત્યાઘાતી ઘટાડો દર્શાવે છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૧૬૪.૨૨ અને ૪૮ દિવસની ૧૯૪૨.૫૪ તેમજ ૨૦૦ દિવસની ૧૬૨૫.૫૭ છે. ઉપરમાં ૨૧૪૭ ઉપર ૨૧૭૧ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૦૫૨ નીચે ૨૦૪૭, ૨૦૦૫, ૧૯૬૦ સુધીની શક્યતા.

ભારતી એરટેલ (બંધ ભાવ  રૂ.૪૩૪.૪૦ તા.૨૩.૧૦.૨૦) ૩૯૪નાં બોટમથી પ્રત્યાઘાતી સુધારો દર્શાવે છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૧૭.૫૮ અને ૪૮ દિવસની ૪૬૧.૪૯ તેમજ ૨૦૦ દિવસની ૪૮૮.૨૧ છે. ઉપરમાં ૪૩૫ ઉપર ૪૪૫, ૪૫૭ સુધીની શક્યતા. નીચામાં ૪૧૮ સપોર્ટ ગણાય.

એક્સીસ બેંક (બંધ ભાવ રૂ.૫૦૭.૨૦ તા.૨૩.૧૦.૨૦) ૪૦૦.૧૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૭૮.૭૫ અને ૪૮ દિવસની ૪૫૫.૨૭ તેમજ ૨૦૦ દિવસની ૪૯૬.૩૦ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક અને અઠવાડીક ધોરણે ઓવરબોટ તેમજ માસીક ધોરણે ઓવરબોટ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૧૭ ઉપર ૫૨૫, ૫૩૪, ૫૪૨ સુધીની શક્યતા. નીચામાં ૫૦૦ નીચે ૪૮૭ સપોર્ટ ગણાય.

ભારતી ઈન્ફ્રાટેલ (બંધ ભાવ રૂ.૧૯૨.૧૫ તા.૨૩.૧૦.૨૦) ૧૬૨.૨૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૮૭.૬૨ અને ૪૮ દિવસની ૧૯૧.૪૪ તેમજ ૨૦૦ દિવસની ૨૦૭.૦૧ છે. દૈનીક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડીક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક ધોરણે ઓવરબોટ, અઠવાડીક ધોરણે ન્યુટ્રલ તેમજ માસીક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૯૭ ઉપર ૨૦૨, ૨૦૭, ૨૧૨ સુધીની શક્યતા. નીચામાં ૧૪૮ સપોર્ટ ગણાય.

રિલાયન્સ (બંધ ભાવ રૂ.૨૧૧૩.૦૫ તા.૨૩.૧૦.૨૦) ૨૩૬૯.૩૫નાં બોટમની નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૧૫૧.૧૨ અને ૪૮ દિવસની ૧૯૧૧.૯૩ તેમજ ૨૦૦ દિવસની ૧૭૫૨.૨૯ છે. દૈનીક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડીક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમજ માસીક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૧૫૦, ૨૧૭૩, ૨૨૦૦ મહત્ત્વની પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૦૯૬ નીચે ૨૦૮૭, ૨૦૬૭, ૨૦૪૭ સુધીની શક્યતા.

બેંક નિફટી ફયુચર (બંધ ભાવ ૨૪૫૨૭.૯૦ તા.૨૩.૧૦.૨૦) ૨૦૪૩૧નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૩૭૯૮.૮૦ અને ૪૮ દિવસની ૨૨૮૩૩.૭૬ તેમજ ૨૦૦  દિવસની ૨૩૫૮૨.૯૫ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક અને અઠવાડીક ધોરણે ઓવરબોટ તેમજ માસીક ધોરણે ઓવરબોટ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૪૮૮૧ કુદાવે તો ૨૪૯૭૦, ૨૫૨૭૦, ૨૫૫૮૦ સુધીની શક્યતા. નીચામાં ૨૪૨૫૦, ૨૪૦૦૦ સપોર્ટ ગણાય.

સાયોનારા

તને પણ ક્યાં છે પરવા કે મને જોવાને તું આવે, મને પણ ભાન ક્યાં છે મુજને જોવા કોણ આવે છે -  મરીઝ



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mjWPlm
via Latest Gujarati News

Post a Comment

0 Comments