જૂન મહિનામાં ભારતની નિકાસ 9.71 ટકા ઘટીને 25.01 અબજ ડોલર


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 15 જુલાઇ, 2019, સોમવાર

જૂન મહિનામાં ભારતની નિકાસ ૯.૭૧ ટકા ઘટીને ૨૫.૦૧ અબજ ડોલર રહી છે તેમ સરકાર દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. આઠ મહિના પછી પ્રથમ વખત દેશની નિકાસમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. 

ગયા વર્ષે જૂન મહિનામાં નિકાસ ૧૬.૬ અબજ ડોલર હતી. સપ્ટેમ્બર, ૨૦૧૮માં નિકાસમાં ૨.૧૫ ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. જેમ્સ એન્ડ જવેલરી, એન્જિનિયરિંગ વસ્તુઓ, પેટ્રોલિયમ પેદાશો, પ્લાસ્ટિક, હેન્ડીક્રાફ્ટ, રેડીમેઇડ ગારમેન્ટ, કેમિકલ, લેધરની નિકાસ ઘટતા દેશની કુલ નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે. 

વાણિજય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ઓએનજીસી મેંગ્લોર પેટ્રોકેમિકલ લિમિટેડ ૧૭ એપ્રિલથી ૨૮ જૂન સુધી બંધ રહેવાની પ્રતિકૂળ અસર પેટ્રોલિયમ પેદાશોની નિકાસ પર પડી છે. જૂનમાં સોનાની આયાત ૧૩ ટકા વધીને ૨.૭ અબજ ડોલર રહી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JHUVJv
via Latest Gujarati News

Post a Comment

0 Comments