અમેરિકાની ચૂંટણી વિવાદમાં : ટ્રમ્પની આપખૂદશાહી ન ચાલી : બિડેનનો ઘોડો વિનમાં


પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પ હારે તો ત્રણ દાયકામાં પરાજયનો સામનો કરનારા પ્રથમ પ્રમુખ બનશે

ટ્રમ્પની ટીમ જ્યોર્જિયા, મિશિગન, પેન્સિલવેનિયામાં મતગણતરી રોકવા કોર્ટમાં પહોંચી, વિસ્કોનસિનમાં ફરી મતગણતરીની માગ

વોશિંગ્ટન, તા. 5 નવેમ્બર, 2020, ગુરૂવાર

અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન બંનેએ જીતવાના દાવા કર્યા છે, પરંતુ કેટલાક રાજ્યોમાં મત ગણતરી બાકી હોવાથી હજુ સુધી પ્રમુખપદના વિજેતાની જાહેરાત થઈ શકી નથી. જોકે, બિડેન બહુમતી તરફ આગળ વધી રહ્યા છે. તેઓ વિજય માટેના જાદુઈ આંકડા 270 ઈલેક્ટોરલ મત મેળવવાની એકદમ નજીક છે.

બિડેને 264 જ્યારે ટ્રમ્પે 214 ઈલેક્ટોરલ મત મેળવ્યા છે. ચૂંટણીમાં પાછળ પડી રહેલાં ટ્રમ્પે મતદાનમાં ધાંધલીના આરોપો કર્યા છે. ટ્રમ્પે અગાઉ આપેલા સંકેતો મુજબ ટ્રમ્પ કેમ્પેને મિશિગન, પેન્સિલવેનિયા અને જ્યોર્જિયામાં કોર્ટમાં કેસ કર્યા છે. કોરોના મહામારી વચ્ચે અમેરિકામાં મંગળવારે પ્રમુખપદની ચૂંટણી થઈ હતી. ત્યાર પછી હજુ સુધી મતપત્રોની ગણતરી ચાલી રહી છે. આથી અંતિમ પરીણામ હજી સુધી આવ્યા નથી.

ટ્રમ્પ અને બિડેન બંનેએ અમેરિકાના મહત્વના રાજ્યોમાં તેમની અપેક્ષા મુજબ વિજય મેળળી લીધો છે. પરંતુ જ્યોર્જિયા, પેન્સિલવેનિયા, ઉત્તર કેરોલિના અને નેવાડા જેવા ચાર રાજ્યોના પરીણામો હજુ સુધી આવ્યા નથી. ચૂંટણી અિધકારીઓ હજુ લાખો મતોની ગણતરી કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજ આ મતગણતરી શનિવાર સુધી ચાલે તેવી સંભાવના છે.

અમેરિકન મીડિયા મુજબ ટ્રમ્પના વિજય કે પરાજયમાં આ ચાર રાજ્યોના પરીણામ નિર્ણાયક સાબિત થશે. 77 વર્ષીય બિડેનને વ્હાઈટ હાઉસ પહોંચવા માટે માત્ર છથી 17 ઈલેક્ટોરલ મતોની જરૂર છે. બિડેને તેમના ગૃહ પ્રાંત ડેલાવરમાં સમર્થકોને કહ્યું, આ મારી આૃથવા આપણાં એકલાનો વિજય નહીં હોય. આ વિજય અમેરિકાના લોકોનો હશે. આપણએ 270 ઈલેક્ટોરલ વોટ જીતવા માટે જરૂરી રાજ્યો જીતી રહ્યા છીએ.

બીજીબાજુ ટ્રમ્પે મોડી રાતે અનેક ટ્વીટ કર્યા અને પેન્સિલવેનિયા, મિશિગન, ઉત્તર કેરોલિના અને જ્યોર્જિયામાં તેમના વિજયની જાહેરાત કરી દીધી. તેમણે કહ્યું, અમને પેન્સિલવેનિયા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિનામાં લીડ મળી રહી હતી. મિશિગન પર પણ તેમણે જીતનો દાવો કર્યો છે. અન્ય એક ટ્વીટમાં ટ્રમ્પે લખ્યું કે, 'ચૂંટણી વ્યવસૃથાની અખંડતા અને પ્રમુખપદની ચૂંટણીને કલંક લાગ્યું છે. તેના અંગે આપણે ચર્ચા કરવાની જરૂર છે.'

ટ્રમ્પની ચૂંટણી અભિયાન ટીમે જ્યોર્જિયા, મિશિગન અને પેન્સિલવેનિયામાં મતગણતરી રોકવાની માગ કરતાં કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. વિસ્કોનસિનમાં ફરીથી મતગણતરીની માગ પણ કરી છે. ટ્રમ્પ હાલ પરાજય તરફ ધકેલાઈ રહ્યા હોવા છતાં તેમના ફરીથી પ્રમુખ બનવાની સંભાવનાઓ જળવાઈ રહી છે. આ માટે તેમણે ચાર રાજ્યોમાં વિજય મેળવવો ખૂબ જ જરૂરી છે.

ટ્રમ્પ પેન્સિલવેનિયાની સાથે જ્યોર્જિયા, ઉત્તર કેરોલિના અને નેવાડા જીતી જાય તો તેમનો વિજય નિશ્ચિત થઈ જશે. નેવાડામાં બિડેન ટ્રમ્પ કરતાં થોડાક જ આગળ છે. પ્રમુખ બનવા માટે બિડેન માટે નેવાડા જીતવું ખૂબ જ જરૂરી છે. આ રાજ્યમાં વિજય સાથે તેમના ઈલેક્ટોરલ મતોની સંખ્યા 270 થઈ જશે. આ પ્રાંતમાં છ ઈલેક્ટોરલ કોલેજ વોટ છે.

ડેમોક્રેટિક પક્ષનાં ઉપપ્રમુખપદના ભારતીય મૂળનાં ઉમેદવાર કમલા હેરીસ પણ વિજય તરફ  આગળ વધી રહ્યાં છે. આ પદ માટે તેમની સ્પર્ધા રિપબ્લિકન ઉમેદવાર માઈક પેન્સ સામે છે. પ્રમુખપદની ચૂંટણીની સાથે જ અમેરિકન સંસદના ઉપલા ગૃહ સેનેટ અને નીચલા ગૃહ પ્રતિનિિધ સભા માટે પણ ચૂંટણીઓ યોજાઈ હતી. 100 સભ્યોની સેનેટની 35 બેઠકો માટે જ્યારે 435 સભ્યોની પ્રતિનિિધ સભાની બધી બેઠકો માટે મતદાન થયું હતું.

મત ગણતરીમાં ફ્રોડના ટ્રમ્પની આક્ષેપો પાયા વિહોણા : નિરિક્ષકોનોઅહેવાલ

(પીટીઆઇ) વોશિંગ્ટન,તા.5

આંતરરાષ્ટ્રીય નિરિક્ષકોની એક ટીમે પ્રમુખ ટ્રમ્પે કરેલા મત ગણતરીમાં ફ્રોડના આક્ષેપ પાયા વિહોણા હોવાનું કહ્યું હતું.તેમણે કહ્યું હતું કે આવા આક્ષેપો લોકતાંત્રિક સંસૃથાઓમાંથી લોકોનો વિશ્વાસ ડગાવી દે છે. ખુદ અમેરિકા જેનો સભ્ય છે તે ઓર્ગેનાઇઝેશન ફોર સીક્યુરિટી એન્ડ કો-ઓપરેશન ઇન યુરોપના નિરિક્ષકોએ કહ્યું હતું કે  બુધવારે જારી કરેલા પ્રાથમિક અહેવાલમાં કહ્યું હતું કે સામાન્ય ચૂંટણીઓની મત ગણતરી  તદ્દન પારદર્શક હતી અને સંપૂર્ણ રીતે સાચી રીતે કરાઇ હતી. ' 

ગણતરી અને સરવાળો હજુ ચાલુ છે અને તે ઓર્ગેનાઇઝેશનના નિયમો અનુસાર જ ચાલશે.વર્તમાન પ્રમુખ દ્વારા કરાયેલા તમામ આક્ષેપો પાયા વિહોણા છે. આનાથી લોકોનો લોકતંત્રિક સંસૃથાઓ પરથી વિશ્વાસ ઉઠી જશે'એમ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે પ્રમુખ દ્વારા પોસ્ટલ બેલેટની પ્રમાણિકતા અંગે કરાયેલા અસંખ્ય જાહેર નિવેદનો છતાં કિથત ફ્રોડ અને  આક્ષેપોની માત્રા નહીંવત છે.

બુધવારે પ્રમુખ ટ્રમ્પે આક્ષેપ કર્યો હતો કે મત ગણતરીમાં છેતરપિંડી કરાઇ હતી અને તેઓ ગણતરીને રોકવા સુપ્રીમ કોર્ટ જશે. ટ્રમ્પે આ ચૂંટણીને 'અમેરિકન પ્રજા સાથે દગો'ગણાવી હતી. જો કે તેમણે પોતાના દાવાના સમર્થનમાં એક પણ પુરાવો રજૂ કર્યો નહતો.ઉલ્લેખનીય છે કે આ સંગઠન  વિશ્વનું સૌથી મોટું સુરક્ષા સબંધીત આંતરસરકાર સંગઠન છે.

બિડેનના પ્રમુખ બનવાની પ્રબળ સંભાવના છતાં

ટ્રમ્પ માટે હજુ આશા જીવંત પાંચ રાજ્યો બાજી પલટી શકે

ટ્રમ્પ માટે જીતનો આધાર નોર્થ કેરોલિના, અલાસ્કા, જ્યોર્જિયા, પેન્સિલવેનિયા, નેવાડાના મતો ઉપર

ન્યૂયોર્ક, તા. 5

અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે અને ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેનના પ્રમુખ બનવાની પ્રબળ સંભાવનાઓ છે. બિડેન બહુમતી માટે 270 ઈલેક્ટોરલ વોટની નજીક પહોંચી રહ્યા છે. જોકે, વિદાય લઈ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે હજુ પણ આશા જીવંત છે અને તેઓ પાસુ પલટી શકે છે.

અમેરિકામાં મોટાભાગના રાજ્યોમાં મતગણતરી અંતિમ તબક્કામાં છે, પરંતુ જે અમેરિકન રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે ત્યાંના ઈલેક્ટોરલ મત આ ચૂંટણીના પરિણામ બદલી શકે છે. આ રાજ્યોમાં પ્રમુખ ટ્રમ્પ હજુ આગળ છે. આથી મતગણતરી સંપૂર્ણપણે પૂરી થઈ જાય ત્યારે ટ્રમ્પ ખૂબ જ પાતળી સરસાઈથી બહુમતીના આંકડાને પાર કરે તેવી સંભાવના છે.

અમેરિકામાં પાંચ રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે. આ બધા જ રાજ્યોમાંથી પેન્સિલવેનિયામાં 20 ઈલેક્ટોરલ વોટ છે. નોર્થ કેરોલિનામાં 15 વોટ છે. જ્યોર્જિયામાં 16 વોટ, અલાસ્કામાં ત્રણ વોટ છે. આ બધા જ રાજ્યોમાં ટ્રમ્પ આગળ ચાલી રહ્યા છે. નેવાડામાં 6 ઈલેક્ટોરલ વોટ છે. જોકે, બિડેન અહીં આગળ છે. 

વર્તમાન સ્થિતિ મુજબ આ રાજ્યોમાં ટ્રમ્પ જીતે તો તેમને 54 મત મળી શકે છે જ્યારે બહુમતી માટે તેમને 56 મતોની જરૂર છે. બીજીબાજુ બિડેનને 6 મત મળી શકે છે. આવા સંજોગોમાં પરિસ્થિતિઓમાં થોડો પણ ફેરફાર થાય તો ટ્રમ્પ ખૂબ જ પાતળી સરસાઈથી બિડેન વિરૂદ્ધ બાજી પલટી શકે છે.

મતદાન વધવાનું કારણ યુવાન મતદારો, મેલ-ઈન વોટ

અમેરિકામાં 120 વર્ષમાં સૌથી વધુ 66.9 ટકા મતદાન થયું

છેલ્લે 1900માં સૌથી વધુ 73.7 ટકા મતદાન થયું હતું 

(પીટીઆઈ) ન્યૂયોર્ક, તા. 5

અમેરિકામાં ચૂંટણીમાં આ વખતે મતદારોએ જબરજસ્ત ઉત્સાહ દર્શાવ્યો છે. આ વખતે મતદાને 120 વર્ષનો વિક્રમ તોડી નાંખ્યો છે. અમેરિકાની ચૂંટણીમાં સરેરાશ 50થી 60 ટકા મતદાન થતું હોય છે. પરંતુ આ વખતે 66.9 ટકા મતદાન થયું હોવાનું અમેરિકન ઈલેક્શન પ્રોજેક્ટનો અંદાજ છે.

વર્ષ 2020 પહેલાં 1900માં સૌથી વધુ મતદાન થયું હતું, તે સમયે 73.7 ટકા લોકોએ મતદાન કર્યું હતું. યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં યુએસ ઈલેક્શન પ્રોજેેક્ટના પ્રોફેસર માઈકલ મેકડોનાલ્ડનું કહેવું છે કે વર્તમાન ચૂંટણીની સરખામણી 1900 સાથે કરવી અયોગ્ય છે. તે સમયે મહિલાઓને મતદાનનો અિધકાર નહોતો. 2020માં વધુ મતદાનનું એક મહત્વનું કારણ યુવાન મતદારો અને મેલ-ઈન-વોટ છે.

ટફ્ટ્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઈન્ફર્મેશન એન્ડ રિસર્ચ ઓન સિવિલ લર્નિંગ એન્ડ એન્ગેજમેન્ટ મુજબ 18થી 29 વર્ષની વયના મતદારોની સંખ્યા વધુ હોવાથી મતદાન પર અસર થઈ છે. જેમ કે, ટેક્સાસમાં આ ચૂંટણીમાં યુવાન મતદારોનું યોગદાન 13.1 ટકા રહ્યું છે, જે અગાઉની ચૂંટણીમાં માત્ર 6 ટકા હતું. મિશિગનમાં આ ચૂંટણીમાં 9.4 ટકા યુવાન મતદારો હતા જ્યારે ગત ચૂંટણીમાં 2.5 ટકાએ મતદાન કર્યું હતું.

અમેરિકામાં હજુ પ્રમુખપદની ચૂંટણી માટે નંખાયેલા મતોની ગણતરી ચાલુ છે. આ વખતે 16 કરોડથી વધુ લોકોએ મતદાન કર્યું છે. મતદાનની ટકાવારી અંદાજે 67 ટકા જેટલી છે, જે એક સદીમાં સૌથી વધુ છે.

છેલ્લે 1900માં 73.7 ટકા લોકોએ મતદાન કર્યું હતું. તે સમયે વિલિયમ મેકેન્લી પ્રમુખ બન્યા હતા. ત્યાર પછી મતદાન 65.7 ટકાથી વધુ મતદાન થયું નથી.   હિસ્ટ્રી.કોમના અહેવાલ મુજબ અમેરિકામાં અત્યાર સુધીનું સૌથી ઓછું મતદાન 1972માં થયું હતું. 1828માં પહેલી વખત 50 ટકા મતદાન થયું હતું જ્યારે 1876માં 82.6 ટકા મતદાન થયું હતું.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3l1jUsU
via Latest Gujarati News

Post a Comment

0 Comments