નવી દિલ્હી, તા. 31. માર્ચ 2019 રવિવાર
બિહારના છપરાથી સુરત આવી રહેલી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેનના 10 ડબ્બા છપરા નજીક પાટા પરથી ખડી પડ્યા હતા.
આ અકસ્માતમાં ચાર યાત્રીઓ ઘાયલ થયા છે જ્યારે એકની હાલત ગંભીર છે.અકસ્માત થયા બાદ રેલવે સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.બચાવ કામગીરી શરુ કરી દેવામાં આવી છે.આ ઘટના પગલે આ વિસ્તારનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે.
ઘાયલ મુસાફરોને બસવડે છાપરા મોકલવામાં આવ્યા છે.આ દુર્ઘટના બાદ હેલ્પ લાઈન નંબર પણ શરુ કરવામાં આવ્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CLHZQ9
via Latest Gujarati News
0 Comments