ભીમ આર્મીના સ્થાપક ચંદ્રશેખર ભાજપના જાસૂસ, ભાજપ જ વારાણસીથી ચૂંટણી લડાવે છે

નવી દિલ્હી,તા.31.માર્ચ 2019 રવિવાર

ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદે પીએમ મોદી સામે વારાણસથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.એ પછી માયાવતીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે, ભાજપ દલિતોના વોટ બેન્કમાં ગાબડુ પાડવા માટે ચંદ્રશેખરને વારાણસથી બેઠક પરથી લડાવી રહી છે.

માયાવતીએ વધુમાં કહ્યુ હતુ કે ભાજપે એક કાવતરાના ભાગરુપે ભીમ આર્મીનુ નિર્માણ કરાવ્યુ છે અને તેની આડમાં દલિત વિરોધી રાજનીતિ કરી રહી છે.

બસપાના અધ્યક્ષે વધુ એક ટ્વિટમાં કહ્યુ હતુ કે, ભાજપે જાસૂસી કરવા માટે ચંદ્રશેખને બસપામાં મોકલવાની કોશીશ કરી હતી પણ તેમનુ આ ષડયંત્ર નિષ્ફળ રહ્યુ હતુ.

માયાવતીએ અપીલ કરી હતી કે ભાજપને સત્તા પર નહી આવવા માટે એક એક મત કિમતી છે અને તેને બરબાદ ના થવા દેતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2COhdqi
via Latest Gujarati News

Post a Comment

0 Comments