નવી દિલ્હી,તા.31.માર્ચ 2019 રવિવાર
વિમાનોની તંગી સામે ઝઝૂમી રહેલી વાયુસેના જૂના પુરાણા મિગ ઉડાવવા માટે મજબૂર છે.આ પૈકીનુ વધુ એક મિગ તુટી પડ્યુ છે.
રાજસ્થાનમાં જોધપુર એરબેઝથી ઉડાન ભરનાર મિગ-27 વિમાન રુટિન મિશન પર હતુ ત્યારે સિરોહી પાસે તુટી પડ્યુ હતુ.જોકે પાયલોટ સહીસલામત પેરાશૂટ થકી કુદી પડતા તેનો બચાવ થયો હતો.
આ પહેલા રાજસ્થાનના બિકાનેરમાં જ એક મિગ 21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ.
મિગ વિમાનો 1963 બાદ વાયુસેનામાં સામેલ થયા છે.અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારના 1200 થી વધુ મિગ વિમાનો વાયુસેનામાં સામેલ થયા છે.જે પૈકીના કેટલાક વિમાનો જૂના થઈ ગયા હોવા છતા અને છાશવારે દુર્ઘટનાગ્રસ્ત થતા હોવા છતા અપગ્રેડ કરીને તેને સેવામાં ચાલુ રખાયા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FKDEyw
via Latest Gujarati News
0 Comments