નવી દિલ્હી,તા.31.માર્ચ 2019 રવિવાર
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠીની સાથે સાથે કેરાલાની વાયનાડ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના કરેલા એલાનના પગલે રાતોરાત આ સીટ ચર્ચાનો વિષય બની છે.
વાયનાડ લોકસભા બેઠક કોંગ્રેસનો ગઢ મનાય છે.2009 અને 2014માં કોંગ્રેસના દિવંગત નેતા એમ આઈ શાનવાસ અહીંયા સાંસદ તરીકે ચૂંટાયા હતા.2008માં જ્યારે મતવિસ્તારોની પુન રચના થઈ ત્યારે આ બેઠક અસ્તિત્વમાં આવી હતી.
વાયનાડ ઉત્તરી કેરાલામાં આવેલો વિસ્તાર છે.જ્યાં પછાત વર્ગની વસ્તી વધારે છે.આ બેઠક કર્ણાટકની સરહદને પણ અડીને આવેલી છે.
વાયનાડ પહાડી વિસ્તાર છે જે ગરમ મસાલાઓ માટે પણ જાણીતો છે.અહીંયા ઉગતી મરી આખી દુનિયામાં પ્રસિધ્ધ છે.આ જિલ્લો નક્સલ પ્રભાવિત જિલ્લો પણ કહેવાય છે.
કેરાલામાં સૌથી ઓછી વસતી વાયનાડ જિલ્લાની છે.જેનો 30 ટકા મત વિસ્તાર જંગલોથી ઢંકાયેલો છે.
કોંગ્રેસને લાગે છે કે, અહીંથી રાહુલ ગાંધી ચૂંટણી લડવાના હોવાથી કેરાલામાં સબરીમાલા મંદિરમાં મહિલાઓને દર્શન માટે પ્રવેશ આપવાના મુદ્દે જે વિવાદ થયો હતો તેના કારણે ભાજપને રાજકીય લાભ નહી મળે.ઉપરાંત તામિલનાડુ અને કર્ણાટકમાં પણ કોંગ્રેસને ફાયદો થશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2COe3Tu
via Latest Gujarati News
0 Comments