નવી દિલ્હી,તા.31.માર્ચ 2019 રવિવાર
વિજયવાડામાં એક ચૂંટણી રેલીને સંબોધન કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, કોંગ્રેસ સત્તા પર આવતાની સાથે જ આંધ્ર પ્રદેશને અલગ રાજ્યોનો દરજ્જો આપશે.
તેમણે કહ્યુ હતુ કે, પીએમ મોદી પાંચ વર્ષથી સત્તા પર છે પણ રાજ્યના લોકોને આપેલો વાયદો તેમણે પુરો કર્યો નતી.મને તો એ જાણીને હેરાની થઈ રહી છે કે, આ મુદ્દે રાજ્યની પાર્ટીઓ પીએમ મોદીને ઘેરી કેમ નથી રહી.
રાહુલ ગાંધીએ દરેક ગરીબને વર્ષે 72000 રુપિયા આપવાનો વાયદો દોહરાવતા કહ્યુ હતું કે, હું મોદી નથી, હું જુઠ્ઠુ નથી બોલી રહ્યો, મોદીએ કહ્યુ હતું કે હું દરેકના ખાતામાં 15 લાખ રુપિયા આપીશ.આ જુઠ્ઠાણુ હતુ.મોદી સરકાર તમને પંદર લાખ રુપિયા નથી આપી શકવાની પણ અમારી સરકાર આવી તો દરેક ગરીબ વ્યક્તિને વર્ષે 72000 રુપિયા આપશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HQ3BiF
via Latest Gujarati News
0 Comments