PM મોદીએ નામ લેતા ભડકેલા માલ્યાએ કહ્યુ, હું તો 1992થી બ્રિટિશ નાગરિક

નવી દિલ્હી,તા.31.માર્ચ 2019 રવિવાર

પીએમ મોદીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાનુ નામ લીધુ હતુ અને કહ્યુ હતું કે, માલ્યા પર જેટલુ દેવુ છે તેનાથી વધારે વસૂલાત સરકાર કરી ચુકી છે.

માલ્યાએ હવે તેની સામે નારાજગી જાહેર કરી છે.ભડકેલા માલ્યાએ ટ્વિટ કરીને કહ્યુ છે કે, હું વિન્રમતાપૂર્વક કહેવા માંગુ છું કે, સરકાર માટે હું પોસ્ટર બોય બની ગયો છું.હવે તો પીએમ મોદીએ પોતે કહ્યુ છે કે, સરકાર મારા દેવા કરતા વધારે રકમ વસૂલી ચુકી છે.સત્ય તો એ છે કે હું 1992 થી બ્રિટિશ નાગરિક છું અને ભાજપ કહે છે કે હું ભાગી ગયો છું.

માલ્યાએ કહ્યુ હતુ કે, મેં જોયુ છે કે પીએમ મોદી ઈન્ટરવ્યૂમાં મારુ નામ લઈને કહી રહ્યા છે કે બેંકો પાસેથી માલ્યાએ 9000 કરોડ લીધા હતા અને સરકાર મારી 14000 કરોડની સંપત્તિ એટેચ કરી ચુકી છે.તો પછી ભાજપ પ્રવક્તા કેમ મારી સામે નિવેદનબાજી કરી રહ્યા છે?



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FDjR30
via Latest Gujarati News

Post a Comment

0 Comments