નવી દિલ્હી,તા.31.માર્ચ 2019 રવિવાર
ભાજપથી છેડો ફાડનારા પટણા સાહિબ બેઠકના સાંસદ અને અભિનેતા શત્રુઘ્ન સિંહા કોંગ્રેસથી પણ નારાજ હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે.
એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે શત્રુઘ્નને આશા હતી કે, કોંગ્રેસમાં પોતાની એન્ટ્રની જાહેરાત ધૂમધામથી થશે અને રાહુલ ગાંધી જ કદાચ જાહેરાત કરશે.તેની સામે શત્રુઘ્નને ખબર પડી હતી કે, પાર્ટી પ્રવક્તા સૂરજેવાલા કોંગ્રેસ પ્રવેશની જાહેરાત કરવાના છે ત્યારે શોટગન ખફા થઈ ગયા હતા.
કોંગ્રેસે તેમની પાર્ટીમાં ઔપચારિક એન્ટ્રીને બિહારની બેઠકોની વહેંચણી સુધી ટાળી દીધી છે.એ દરમિયાનમાં રાહુલ ગાંધી સાથે એક ફોટો સેશન માટે શત્રુઘ્ન સિંહાને મુલાકાતને મોકો અપાયો હતો.
જોકે પાર્ટીએ સ્ટાર પ્રચારકોની લિસ્ટમાં શત્રુઘ્નનુ નામ રાખ્યુ છે.
શત્રુઘ્નની પુત્રી અને ફિલ્મ સ્ટાર સોનાક્ષી સિંહાએ પણ તાજેતરમાં ભાજપ છોડવાના પિતાના નિર્ણયને સમર્થન આપતા કહ્યુ હતું કે, તેમણે બહુ જલ્દી ભાજપથી અલગ થઈ જવાની જરુર હતી,કારણકે પાર્ટીમાં તેમને સન્માન મળી રહ્યુ નહોતુ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U9fqa4
via Latest Gujarati News
0 Comments