પાકના ઉર્દૂ અખબારે પીએમ મોદીની માતા માટે કરી અત્યંત અભદ્ર ટિપ્પણી, ભડક્યા ટ્વિટર યુઝર્સ

નવી દિલ્હી, તા.31.માર્ચ 2019 રવિવાર

પાકિસ્તાનના એક ઉર્દુ અખબારે ભારતના વડાપ્રધાન પીએમ મોદીની માતા માટે કરેલી અત્યંત શરમજનક અને અભદ્ર ટિપ્પણીને લઈને ભારતમાં સોશ્યલ મીડિયા પર લોકોનો રોષ ફાટી નિકળ્યો છે.

એક પત્રકાર તાહા સિદ્દીકીએ આ ઉર્દુ અખબારના ફોટાને ટ્વિટ કર્યો હતો.જેમાં પીએમ મોદીની માતા માટે કરાયેલી અભદ્ર ટિપ્પણી બદલ પાકિસ્તાન સરકાર સમક્ષ અખબાર સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી.

જોકે આ ટ્વિટ જોયા બાદ ભારતના લોકોનો રોષ પણ ભડક્યો હતો.લોકોએ પાકિસ્તાન પર રોષ ઠાલવવાનુ શરુ કરીને પાકિસ્તાનને ભીખારી ગણાવ્યુ હતુ.

એક યુઝરે લખ્યુ હતુ કે, જે પીએમ પાકિસ્તાનમાં જઈને ત્યાંના પીએમની માતા પાસે આશીર્વાદ લે છે તે પીએમની માતા માટે આ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી છે.ભારતની સંસ્કૃતિની જેમ પાકિસ્તાન ક્યારે પોતાનાથી મોટો લોકોનુ સન્માન કરવાનુ ક્યારે શીખશે?



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V8jTWU
via Latest Gujarati News

Post a Comment

0 Comments