નવી દિલ્હી તા.26 માર્ચ 2019 મંગળવાર
કેન્દ્ર સરકારમાં પ્રધાન થયા બાદ નીતિન ગડકરીની સંપત્તિમાં 140 ટકા વધારો થયો હોવાનું ખુદ નીતિન ગડકરીએ જણાવ્યું હતું.
સંસદીય ચૂંટણીનું પોતાનું ઉમેદવારી પત્રક ભરતી વખતે ગડકરીએ આ હકીકત જણાવી હતી. ગડકરીની એફિડેવિટમાં જણાવાયા મુજબ 2013-14માં એમની વાર્ષિક આવક 2.7 લાખ રૃપિયા હતી. તાજેતરમાં કરેલી એફિડેવિટમાં ગડકરીએ જણાવ્યા મુજબ એમની વાર્ષિક આવક છ લાખ રૂપિયા થઇ હતી. એટલે કે 2014માં રચાયેલી નરેન્દ્ર મોદીની સરકારમાં પ્રધાન થયા પછી એમની સંપત્તિમાં 140 ટકાનો વધારો થયો હતો.
ગડકરી હાલ કેન્દ્રમાં સડક અને પરિવહન ખાતાના પ્રધાન છે. ગડકરીની જેમ એમનાં પત્નીની આવકમા પણ દસ ગણો વધારો નોંધાયો હતો. 2013-14માં એમની આવક આશરે સાડા ચાર લાખ રૂપિયા જણાવવામાં આવી હતી. હાલ ગડકરીએ કરેલી એફિડેવિટમાં જણાવ્યા મુજબ હવે તેમની વા્ર્ષિક આવક 40 લાખ રૂપિયા છે.
કેન્દ્રમાં પ્રધાન થવાનો આ છે સૌથી મોટો લાભ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TY2WSx
via Latest Gujarati News
0 Comments