
મુંબઇ તા.26 માર્ચ 2019, મંગળવાર
ટીવી સ્ટાર અનિતા હસનંદાનીએ તાજેતરમાં એવો અણસાર આપ્યો હતો કે એ ટ્વીન્સની માતા બનવાની છે. એણે અને એના પતિએ સરોગસી દ્વારા સંતાન પ્રાપ્તિનો પ્રયાસ કર્યો હતો.
એણે પતિ રોહિત રેડ્ડીના બર્થ ડે પર શૅર કરેલા એક વિડિયોમાં જણાવ્યું કે દિવસે દિવસે મારો પ્રિય વધુ ને વધુ હેન્ડસમ થતો જાય છે... હવે જલદી જલદી સિક્સ પેક બનાવ એવી અને હા, બે ક્યૂટ ક્યૂટ બાળકો માટે પણ દુઆ કરું છું...
થોડા સમય પહેલાં આ બંનેએ સરોગસી દ્વારા સંતાન પ્રાપ્તિના પ્રયાસો કર્યા હોવાના સમાચાર પ્રગટ થયા ત્યારે અનિતાએ કહેલું કે અમે સંતાન પ્રાપ્તિ માટે પ્રયાસ કરીશું તો સ્વાભાવિક અને કુદરતી રીતે કરીશું. મોટે ભાગે આવતા વરસે એવો પ્રયાસ કરવાના છીએ. 'અત્યારે હું એક સાથે બે ટીવી શોના શૂટિંગમાં વ્યસ્ત છું. સંતાન પ્રાપ્તિ માટે પ્રયાસ કરીએ ત્યારે પ્રેગનન્સી દરમિયા હું આખો વખત આરામ કરવા માગું છું જેથી આવનાર બાળક સરસ હોય. કામની સાથે પ્રેગનન્ટ થવાથી સતત ટેન્શન રહેતું હોય છે. મારા બંને શોના શૂટિંગ પૂર્ણ થાય ત્યારબાદ અમે સંતાન માટે પ્લાનિંગ કરીશું ' એમ અનિતાએ કહ્યું હતું.
પરંતુ પાછળથી આ બંનેએ પ્લાન બદલ્યો હોય એવું લાગે છે. આ બંનેએે સરોગસીથી સંતાન પ્રાપ્તિના પ્રયાસો કર્યા હતા.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WnE43s
via Latest Gujarati News
0 Comments