ઉમેદવારના ચૂંટણી ખર્ચ માટે 171 વસ્તુઓના રેટ ફિક્સ, ચાના 10 રુપિયા અને સમોસાના 8 રુપિયા


નવી દિલ્હી,તા.27.માર્ચ 2019, બુધવાર

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચ માટે જે આચાર સંહિતા નક્કી કરી છે તેમાં વિવિધ વસ્તુઓની કિંમતની યાદી પણ તૈયાર કરવામાં આવી છે.

જેમ કે ઉમેદવાર જો કોઈને ચા પીવડાવશે તો તે પેટે તેના ખર્ચના એકાઉન્ટમાં 10 રુપિયા જોડાશે અને એક સમોસાની કિંમત 8 રુપિયા ગણાશે.

જે વસ્તુઓ પર ઉમેદવાર ખર્ચ દર્શાવે છે તેવી 171 વસ્તુઓની આ રીતે ચૂંટણી પંચે યાદી તૈયાર કરી છે.જેમાં દરેક વસ્તુની સામે તેનો કેટલો ખર્ચ ગણવો તેની ગાઈડ લાઈન તૈયાર કરવામાં આવી છે.

આ વખતે લોકસભામાં ઉમેદવાર માટે ચૂંટણી ખર્ચની મર્યાદા 70 લાખ રુપિયા છે.જે ગત ચૂંટણીમાં 28 લાખ રુપિયા હતી.ચૂંટણી ખર્ચ માટે ઉમેદવારે એક અલગ બેન્ક એકાઉન્ટ ખોલાવવુ પડશે.

ઉમેદવાર કાર્યકરને એક દિવસમાં દસ હજારથી વધારે રોકડ રકમ નહી આપી શકે.કાર માટે એક દિવસનુ ભાડુ 3000 રુપિયા અને ઓટોરીક્ષા માટે 1000 રુપિયા નક્કી કરાયુ છે.એસી કાર માટે 1200 રુપિયા અને મોટી કાર માટે 1600 રુપિયા નક્કી કરાયા છે.

પાણીની બોટલ માટે 20 રુપિયા અને પાણીનુ ટેન્કર લેવા પર 200 થી 600 રુપિયા ગણતરીમાં લેવાશે.આ જ રીતે બિસ્કીટ માટે 150 રુપિયા કિલો, બ્રેડ પકોડા માટે 10 રુપિયા, સેન્ડવીચ માટે 15 રુપિયા અને જલેબી માટે 140 રુપિયા નક્કી કરાયા છે.

લંચ પેકેટ માટે 100 રુપિયા અને નાસ્તના પેકેટ માટે 50 રુપિયાનો રેટ ફિક્સ કરાયો છે.કાર્યલાય માટે શહેરી અને ગ્રામણી વિસ્તારમાં અનુક્રમે મહિને 5000 રુપિયા અને 10000 રુપિયા ભાડુ નક્કી કરાયુ છે.

ઉમેદવારે ગુલાબના બુકેથી માંડીને ઢોલ નગારા માટેનો ખર્ચ પણ બતાવવો પડશે.હોટલનો રુમ ભાડે લીધો હશે તો તે માટે  પ્રતિ દિવસ રુમના આધારે 900 થી 2500 રુપિયા ભાડુ ગણાશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I1IiKn
via Latest Gujarati News

Post a Comment

0 Comments