નવી દિલ્હી,તા.27.માર્ચ 2019, બુધવાર
ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળની કોર્ટે મોટો ઝાટકો આપ્યો છે.
કોર્ટે વિજય માલ્યાની માલિકીના લગભગ 1000 કરોડ રુપિયાની કિંમતના શેર વેચવા માટે મંજુરી આપી દીધી છે.આ શેર યુનાઈટેડ બ્રેવરીઝમાં માલ્યાના હિસ્સાના છે.જે કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલા લિક્વિડેટર દ્વારા વેચવાના હતા.
જેની સામે માલ્યાએ પિટિશન ફાઈલ કરી હતી.જોકે માલ્યાની પિટિશન કોર્ટે ફગાવી દીધી છે.આ શેર માલ્યાના કેસની તપાસ કરી રહેલ ઈડી દ્વારા ટાંચમાં લેવામાં આવ્યા હતા.ગત મહિને જ કોર્ટ દ્વારા માલ્યાની સંપત્તિ વેચીને પૈસા વસુલ કરવા માટે લિક્વિડેટરની નિમણૂંક કરવામાં આવી છે.
માલ્યાની જપ્ત સંપત્તિઓ વેચવા માટે કાઢવામાં આવી હોય તેવો પહેલો મામલો છે.માલ્યા પાસેથી બેંકોએ વ્યાજ અને પેનલ્ટી તેમજ મૂળ રકમ મળીને 9000 કરોડ રુપિયા લેવાના નિકળે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OrN2tO
via Latest Gujarati News
0 Comments