(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 27 માર્ચ 2019, બુધવાર
મલાયકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમયથી ડેટ કરીરહ્યા છે. તેમના લગ્નની ચર્ચા કેટલાય સમયથી થયા કરે છે. આ વખતે પણ આ પ્રેમીપંખીડા ૧૯એપ્રિલના લગ્ન કરે તેવી વાત બહાર આવી છે. જોક ે બન્નેમાંથી એકે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો નથી. તેમજ બોની કપૂરે આ વાતને પાયાવિહોણી લેખાવી છે. ૪૫ વર્ષીય મલાયકા પોતાના કરતા ૧૨ વરસ નાના અર્જુન સાથે ડેટ કરી રહી છે.
સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર મલાયકા અને અર્જુન ૧૯મી એપ્રિલના લગ્ન કરશે. ૧૯ એપ્રિલે મલાયકા અન ેઅર્જુન એકબીજાને પતિ-પત્ની તરીકે સ્વીકારશે. આ લગ્ન ક્રિશ્ચિયન વિધિ પ્રમાણે થશે. આ લગ્નમાં મલાયકા અને અર્જુન તરફથી લોકોને આમંત્રણ પાઠવી દેવામાં આવ્યા છે. આ લગ્નમાં કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર, રણવીર સિંહ, દીપિકા પદુકોણના નામે છે. મલાયકા અને અર્જુનના લગ્નની વાતો પહેલા પણ ચગી હતી.
ઉલ્લેખનીય છે કે, મલયકાના અર્જુન કપૂર સાથે આ બીજા લગ્ન હશે. તેણે સલમાન ખાનના ભાઇ અરબાઝ સાથે પહેલા લગ્ન કર્યા હતા. જેનાથી તેને એક પુત્ર પણ છે. મલયકા અને અરબાઝે છૂટા પડયા પછી પોતપોતાના રસ્તા શોધી કાઢ્યા છે. મલાયકા અર્જુન સાથે ફરી ઘર વસાવશે અને અરબાઝ હાલ વિદેશી યુવતી સાથે ડેટ કરી રહ્યો છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JJ5Qpz
via Latest Gujarati News
0 Comments