એશિયન વેઈટલિફ્ટિંગમાં જેરેમીએ વર્લ્ડ રેકોર્ડ્ઝની વણઝાર સર્જી

નિંગબો (ચીન), તા.૨૧

ભારતના ૧૬ વર્ષીય વેઈટલિફ્ટર જેરેમી લાલરિનુંગાએ ચીનમાં ચાલી રહેલી એશિયન ચેમ્પિયનશીપમાં તેના એજ ગૂ્રપમાં સ્નેચ કેેટગરીમાં યુથ વર્લ્ડ રેકોર્ડ અને એશિયન રેકોર્ડ તોડી નાંખ્યો હતો. તેણે કુલ ૨૯૭ કિગ્રા વજન ઊંચકીને ગૂ્રપ-બીમાં બીજું સ્થાન મેળવ્યું હતુ. ભારતના યુવા વેઈટલિફ્ટિરની સિદ્ધિ એ રહી કે, તેણે કુલ મળીને ૧૫ જેટલા ઈન્ટરનેશનલ અને નેશનલ લેવલના રેકોર્ડ્ઝ તોડી નાંખ્યા હતા. 

મેન્સ ૬૭ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં પાકિસ્તાનનો તલ્હા તાલીબ ૩૦૪ કિગ્રા વજન વર્ગની સાથે ટોચના ક્રમે રહ્યો હતો. જોકે જેરેમીને મેડલ મળે છે કે, નહી તેનો નિર્ણય એ-કેટેગરીની ઈવેન્ટ બાદ નક્કી થશે.

તેણે સ્નેચમાં ૧૩૪ કિગ્રા અને ક્લિન એન્ડ જર્કમાં ૧૬૩ કિગ્રા વજન ઉંચક્યું હતુ. તેણે આ દરમિયાન યુથ કેટેગરીમાં ત્રણ વર્લ્ડ અને ત્રણ એશિયન રેકોર્ડ્ઝ તોડી નાંખ્યા હતા. જ્યારે નેશનલ લેવલના વેઈટલિફ્ટિંગમાં ૯ રેકોર્ડ તોડયા હતા, જેમાં ત્રણ સિનિયર લેવલના, ત્રણ જુનિયર લેવલના અને ત્રણ યુથ લેવલના હતા.

જોકે ભારતની ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન મીરાબાઈ ચાનુ એશિયન વેઈટલિફ્ટિંગમા મેડલ ચૂકી ગઈ હતી. તેણે સ્નેચમાં ૮૪ કિગ્રા અને ક્લિન એન્ડ જર્કમાં પર્સનલ બેસ્ટ ૧૧૩ કિગ્રા વજન ઊંચક્યું હતુ. તે નવા નિયમ અંતર્ગત મેડલ ચુકી હતી. 



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IKjnex
via Latest Gujarati News

Post a Comment

0 Comments