
નવી દિલ્હી,તા.26.માર્ચ 2019, મંગળવાર
સાઉથ બેંગ્લોરની પ્રતિષ્ઠિત લોકસભા બેઠક પર ભાજપે 28 વર્ષના યુવાન તેજસ્વી સૂર્યને ટિકિટ આપીને તમામને ચોંકાવી દીધા છે.
ખુદ તેજસ્વી પણ પોતે પણ પાર્ટીના નિર્ણયથી આશ્ચર્ય ચકિત છે.તેમણે ઓહ માય ગોડ...કહીને પોતાને ટિકિટ મળી તેનુ આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતુ.તેમણે કહ્યું હતું કે, દુનિયાની સૌથી મોટી લોકશાહીના વડાપ્રધાન એક 28 વર્ષીય યુવા પર ભરોસો કરે તે ભાજપમાં જ શક્ય છે.
આ બેઠક પરથી ભાજપના દિવંગત નેતા અનંથ કુમારના પત્ની ડો.તેજસ્વિનીને ટિકિટ મળવાનુ નિશ્ચિત મનાતુ હતુ.પ્રદેશ ભાજપ પણ ડો.તેજસ્વિનીને ટિકિટ મળે તેની તરફેણમાં હતી.
જોકે તેજસ્વી સુર્યા ભાજપનો લોકપ્રિય યુવા ચહેરો મનાય છે.તેઓ કર્ણાટકમાં ભાજપના ધારાસભ્ય રવિ સુબ્રમણ્યમના ભત્રીજા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Yo0SlC
via Latest Gujarati News
0 Comments