સેનાના જવાનોને હની ટ્રેપમાં ફસાવનાર પાક જાસૂસ પકડાયો, 18 વખત ગયો હતો પાકિસ્તાન


નવી દિલ્હી,તા.26.માર્ચ 2019, મંગળવાર

મૂળે ભારતનો નાગરિક પણ પાકિસ્તાન માટે જાસૂસી કરીને ભારતીય સેનાના જવાનોને હની ટ્રેપમાં ફસાવવાનુ કામ કરતા મહોમ્મદ પરવેઝની પોલીસે ધરપકડ કરી છે.

42 વર્ષના પરવેઝ પર આઈએસઆઈ માટે જાસૂસી કરવાનો આરોપ છે.રાજસ્થાન પોલીસે તેની ધરપકડ કર્યા બાદ તેને પૂછપરછ માટે જયપુર લાવવામાં આવ્યો છે.

પોલીસે કહ્યુ હતું કે તે પાકિસ્તાન માટે ભારતના લશ્કરી રહસ્યો જાણી લેવા સેનાના જવાનોને હની ટ્રેપમાં ફસાવતો હતો.એ પછી જવાનો પાસેથી માહિતી મેળવીને પાકિસ્તાનને પહોંચાડતો હતો.તે અત્યાર સુધીમાં 18 વખત પાકિસ્તાનની મુલાકાત પણ લઈ ચુક્યો છે.જેના બદલામાં આઈએસઆઈ દ્વારા તેને નાણાકીય સહાય પણ પુરી પડાતી હતી.

પરવેઝ પાકિસ્તાનની એમ્બેસીમાંથી તરત જ વિઝા અપાવી શકું છું તેવો દાવો કરતો હતો.એ પછી લોકો પાસેથી ઓળખપત્રની કોપી લઈને તેના આધારે સીમ કાર્ડ ખરીદીને તેનાથી વાત કરતો હતો.

આ મામલામાં આર્મીના એક જવાન સોમવીર સિંહનીપ ણ સંડોવાણી બહાર આવી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TzKAlI
via Latest Gujarati News

Post a Comment

0 Comments