
નવી દિલ્હી,તા.26.માર્ચ 2019, મંગળવાર
પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાન પ્રદીપ યાદવની પત્નીએ સાસરિયાઓ દ્વારા મારપીટ કરવામાં આવી હોવાનો આરોપ લગાવીને પોલીસમાં ફરિયાદ આપી છે.
પોલીસે બંને પક્ષોને પોલીસ મથકમાં બોલાવ્યા હતા પણ કલાકો સુધી વાટાઘાટો બાદ પણ કોઈ સમાધાન થઈ શક્યુ નહોતુ.પ્રદીપ યાદવની પત્ની નીરજે સાસુ, દિયર અને સસરા પર આરોપ મુક્યો છે કે,મારા પર તેઓ મકાન ખાલી કરવા માટે દબાણ કરી રહ્યા છે.અલગ અલગ સંસ્થાઓ અને સરકાર તરફથી મારા પતિની શહીદી બાદ જે સહાયતા મળી છે તેના પર પોતાનો હક જતાવી રહ્યા છે.
નીરજે આ અંગે પણ પોલીસને એક અરજી આપી છે.નીરજે કહ્યું હતું કે હું પોલીસ મથકમાંથી નીકળી હતી ત્યારે મારા સસરા અ્ને દિયરે મને ફરી રોકી હતી અને ફરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
બીજી તરફ નીરજના સસરા અમર સિંહે કહ્યું હતુંકે , જે પણ આરોપ લગાવાયા છે તે ખોટા છે.નીરજ અને તેના પરિવારજનો ઉલટાનુ ઘર પડાવી લેવા માંગે છે.આ અંગે મેં પોલીસમાં અરજી આપી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Oo0dM8
via Latest Gujarati News
0 Comments