દર મહિને 6000 રુપિયા ગરીબ પરિવારની મહિલાના ખાતામાં જ જમા થશે: કોંગ્રેસ


નવી દિલ્હી,તા.26.માર્ચ 2019, મંગળવાર

કોંગ્રેસે પોતાની મિનિમમ ઈનકમ ગેરંટી સ્કીમ અંગે આજે વધુ એક સ્પષ્ટતા કરી હતી.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે ,કોંગ્રેસ સરકાર ગરીબોને દર વર્ષે 72000 રુપિયા એટલે કે દર મહિને 6000 રુપિયા આપશે.જો કોઈ પરિવાર 6000 રુપિયા કમાતો હશે તો કોંગ્રેસ તેને વધુ 6000 રુપિયા આપશે.

તેમણે સ્પષ્ટતા કરી હતી  કે, આ રકમ ગરીબ પરિવારન મહિલા સભ્યના એકાઉન્ટમાં જ જમા થશે.આ માટે કોઈ પણ સબસિડી બંધ નહી કરાય અને કોઈ પણ યોજના રોકવામાં હી આવે.આ યોજના બીજી યોજનાઓને ચાલુ રાખીને જ લાગુ કરાશે.

કોંગ્રેસે તેને ન્યાય યોજના નામ આપ્યુ છે.આ યોજનાની ટીકા કરવા બદલ સુરજેવાલાએ મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે, પીએમ મોદીએ પણ માન્યુ હતુ કે કોંગ્રેસે 70 વર્ષમાં ગરીબીને 70 ટકાથી ખતમ કરીને 22 ટકા કરી દીધી છે.

તેમણે સવાલ કર્યો હતો કે, નરેન્દ્ર મોદી 10 લાખનો સુટ પહેરી શકે છે પણ 72000 રુપિયા કેમ નથી આપી શકતા...જાહેરાતો પાછળ 5000 કરોડનો ખર્ચ કરી શકતા હોય તો ન્યાય યોજના પર વિરોધ કેમ ?



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WlgXqc
via Latest Gujarati News

Post a Comment

0 Comments