પ્રિયંકા ગાંધી 28 માર્ચથી અમેઠીના બે દિવસીય પ્રવાસે

નવી દિલ્હી, તા. 26 માર્ચ 2019 મંગળવાર

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા 28 માર્ચથી અમેઠીના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. અમેઠીના પ્રભારી અધિકારી અમિત કુમારે મંગળવારે જણાવ્યુ કે SIG જી પી શાહી દ્વારા મળેલા પત્ર અનુસાર પ્રિયંકા 28 માર્ચથી અમેઠીના બે દિવસીય પ્રવાસે છે. પત્રમાં કહેવામાં આવ્યુ છે કે તેઓ 29 માર્ચે પરત ફરશે. અમિત કુમારે જણાવ્યુ કે હાલ પ્રિયંકાના પ્રવાસનો વિસ્તૃત કાર્યક્રમ આવ્યો નથી. 

જોકે આ પહેલા પ્રિયંકા ગાંધી 27 માર્ચે અયોધ્યા પ્રવાસે હશે, જ્યાંથી તે અમેઠી અને બાદમાં રાયબરેલી જવા રવાના થશે. પ્રિયંકા ગાંધી દિલ્હીની કેફિયત ટ્રેનથી અયોધ્યા માટે જવા રવાના થશે, જ્યાંથી તેઓ હનુમાનગઢી દર્શન માટે જશે. હનુમાનગઢી દર્શન બાદ પ્રિયંકાનો રોડ શો શરૂ થશે, જે અયોધ્યાના મુખ્ય માર્ગો પર જશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wqpicd
via Latest Gujarati News

Post a Comment

0 Comments