
નવી દિલ્હી, તા. 26 માર્ચ 2019, મંગળવાર
ચીને અરૂણાચલ પ્રદેશ અને તાઇવાનને પોતાનો હિસ્સો નહી દેખાડવાને લઇને દેશમાં છપાયેલા 30 હજાર નકશાનો ચીને નાશ કર્યો છે. મીડિયા રિપોર્ટમાં આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે. ચીન ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્ય અરૂણાચલ પ્રદેશ પર દક્ષિણ તિબ્બકનો હિસ્સો હોવાનો દાવો કરે છે અને પોતાના વલણને ઉજાગર કરવા ચીન અરૂણાચલ પ્રદેશમાં ભારતીય નેતાઓના આવવા પર વાંધો ઉઠાવતું રહે છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ નકશાને કોઇ દેશને મોકલવાના હતા. તે દેશનું નામ હજૂ માલુમ નથી. ચીનના કિંગદાઓમાં કસ્ટમ અધિકારીઓએ લગભગ 30 હજાર નકશાઓનો નાશ કર્યો. જેમાં તાઇવાનને અલગ દેશ દર્શાવવામાં આવ્યો હતો અને ભારત-ચીન સરહદનું ખોટું ચિત્રણ કર્યું હતું.
નોંધનીય છે કે, ભારતનું કહેવું છે કે અરૂણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન ભાગ છે. બંન્ને દેશોએ 3,488 કિલોમીટર લાંબી વાસ્તવિક કંટ્રોલ લાઇન સાથે જોડાયેલા વિવાદનું નિરાકરણ લાવવા માટે અત્યારે 21 તબક્કાની વાતચીત કરી છે. ચીન તેનાથી અલગ થયેલા તાઇવાન પર પણ પોતાનો દાવો કરે છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CODPHx
via Latest Gujarati News
0 Comments