બેંકિંગ શેરોમાં તોફાની તેજીએ સેન્સેક્સ 425 પોઈન્ટની છલાંગે 38233: મેટલ, ઓઈલ-ગેસ, ઓટો શેરોમાં આકર્ષણ

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 26  માર્ચ, 2019, મંગળવાર

વૈશ્વિક આર્થિક વૃદ્વિ મંદ પડવાના ગઈકાલે અંદાજો વચ્ચે વૈશ્વિક શેર બજારોમાં ધોવાણ પાછળ ભારતીય શેર બજારોમાં નરમાઈ જોવાયા બાદ આજે ફરી વૈશ્વિક બજારોમાં એશીયાના બજારોમાં તેજીની હૂંફે ફંડોએ બેંકિંગ શેરોની આગેવાનીમાં તોફાની તેજી કરી હતી. રૂપિયા સામે અમેરિકી ડોલર મજબૂત બનતો અટકીને આજે ફરી સાત પૈસા ઘટીને રૂ.૬૮.૮૬ થઈ જતાં અને આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવ ઘટી આવ્યાની પોઝિટીવ અસર સાથે ફોરેન ફંડોની શેરોમાં બેંકિંગ શેરોની આગેવાનીએ આક્રમક ખરીદી થઈ હતી. એશીયાના બજારોની મજબૂતી સાથે ડેરિવેટીવ્ઝમાં ગુરૂવારે એફ એન્ડ ઓમાં માર્ચ વલણના અંત હોઈ આજે ફંડોએ ફરી ઈન્ડેક્સ બેઝડ મંદી કરનારા ખેલંદાઓને ટ્રેપમાં લેતી ચાલે આક્રમક તેજી કરી હતી. બેંકિંગ શેરોમાં ખાસ પીએસયુ બેંક શેરોમાં તોફાની તેજી કર્યા સાથે ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, ફાર્માસ્યુટિકલ્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડો લેવાલ બન્યા હતા. સેન્સેક્સ ફરી ૩૮,૦૦૦ની સપાટી કુદાવીને અંતે ૪૨૪.૫૦ પોઈન્ટ ઉછળીને ૩૮૨૩૩.૪૧  અને નિફટી સ્પોટ ૧૨૯ પોઈન્ટની છલાંગે ૧૧૪૮૩.૨૫ બંધ રહ્યા હતા.

સેન્સેક્સ ફરી ૩૮૦૦૦ની સપાટી કુદાવી: ઉપરમાં ૩૮૨૯૭ સુધી જઈ અંતે ૪૨૪ પોઈન્ટ ઉછળીને ૩૮૨૩૩

ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૭૮૦૮.૯૧ સામે ૩૭૮૮૬.૨૯ મથાળે ખુલીને આરંભમાં મજબૂતી બાદ સાધારણ નરમાઈ બતાવીને આઈટી-સોફટવેર શેરોમાં વેચવાલીએ નીચામાં ૩૭૮૦૦.૦૮ સુધી આવ્યો હતો. જે તુરંત ઝડપી તેજીમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આક્રમક લેવાલી કરતાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, યશ બેંક, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક ઉંચકાઈ આવતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફંડોની મોટા લેવાલી થતાં તેમ જ વેદાન્તા, ટાટા સ્ટીલ સહિતના મેટલ-માઈનીંગ શેરોમાં આકર્ષણે અને એનટીપીસી, સન ફાર્મા, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારૂતી સુઝુકી, હિન્દુસ્તાન યુનિલિવર, ઓએનજીસી, પાવર ગ્રીડ કોર્પ, ભારતી એરટેલ સહિતમાં લેવાલીએ એક તબક્કે ૪૮૮.૭૯ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૩૮૨૯૭.૭૦ સુધી જઈ અંતે ૪૨૪.૫૦ પોઈન્ટ વધીને ૩૮૨૩૩.૪૧ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ફરી ૧૧,૫૦૦ કુદાવવાની તૈયારીમાં: ઉપરમાં ૧૧૪૯૬ થઈ અંતે ૧૨૯ પોઈન્ટ વધીને ૧૧૪૮૩

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૩૫૪.૨૫ સામે ૧૧૩૭૫.૨૦ મથાળે ખુલીને આરંભમાં મજબૂતી બાદ સાધારણ ઘટી આવીને નીચામાં ૧૧૩૫૨.૪૫ સુધી આવી ગયો હતો. જે ઘટયામથાળેથી તુરત પાછો ફરીને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ, યશ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ, એક્સીસ બેંક, એચડીએફસી બેંક સહિતમાં લેવાલીએ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફંડોની આક્રમક લેવાલી સાથે એનટીપીસી, ગ્રાસીમ, વેદાન્તા, હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, ગેઈલ ઈન્ડિયા, અદાણી પોર્ટસ, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતમાં ફંડો લેવાલ બનતાં તેમ જ એશીયન પેઈન્ટસ, ઓએનજીસી, એચસીએલ ટેકનોલોજી સહિતમાં લેવાલીએ એક તબક્કે વધીને ૧૧૪૯૬.૭૫ સુધી પહોંચી અંતે ૧૨૯  પોઈન્ટ વધીને ૧૧૪૮૩.૨૫ બંધ રહ્યો હતો.

માર્ચ વલણના અંત પૂર્વે નિફટી બેઝડ મંદીના ખેલંદઓને તેજીમાં ફીટ કરવાનો ખેલ ? નિફટી ૧૧,૫૦૦નો કોલ ઉછળીને ૬૦.૭૦

ડેરિવેટીવ્ઝમાં માર્ચ વલણનો ચાલુ સપ્તાહમાં ગુરૂવારે અંત આવતાં પૂર્વે આજે ફંડો, મહારથીઓએ છેલ્લા બે દિવસમાં નરમાઈ બતાવીને ખેલંદાઓને મંદીમાં લાવીને ફરી ટ્રેપમાં લેવાનો અને તેજીમાં ફીટ કરવાનો ખેલ ખેલ્યાની ચર્ચા હતી. નિફટી ૧૧,૫૦૦નો કોલ ૪,૬૬,૦૨૩ કોન્ટ્રેકટસમાં રૂ.૪૦,૨૯૮.૨૯ કરોડના કામકાજે ૧૬.૩૫ સામે ૧૫.૯૦ મથાળે ખુલીને નીચામાં ૧૦.૨૦ સુધી આવી વધીને ૬૦.૭૫ સુધી જઈ અંતે ૬૦.૭૦ રહ્યો હતો. નિફટી ૧૧,૪૦૦નો કોલ ૪,૪૭,૩૭૩ કોન્ટ્રેકટસમાં રૂ.૩૮,૨૫૩.૫૨ કરોડના કામકાજે ૪૪.૧૫ સામે ૪૩.૨૫ મથાળે ખુલીને નીચામાં ૩૩.૫૫ થઈ વધીને ૧૩૨.૨૫ સુધી પહોંચી અંતે ૧૩૧ રહ્યો હતો. નિફટી ૧૧,૪૦૦નો પુટ ૪,૩૮,૨૨૯ કોન્ટ્રેકટસમાં રૂ.૩૭,૫૮૮.૩૪ કરોડના કામકાજે ૭૧.૪૫ સામે ૬૫ મથાળે ખુલીને ઉપરમાં ૬૮.૧૦ થઈ ઘટીને ૧૧.૨૦ સુધી આવી અંતે ૧૧.૩૫ રહ્યો હતો.

બેંક નિફટી ફયુચર ૨૯,૩૧૨ થી ઉછળીને ૩૦,૦૨૦: નિફટી માર્ચ ફયુચર ૧૧,૩૭૦ થી ઉછળીને ૧૧,૫૨૨

બેંક નિફટી માર્ચ ફયુચર ૧,૬૩,૨૮૬ કોન્ટ્રેકટસમાં રૂ.૯૬૮૩.૮૦ કરોડના કામકાજે ૨૯,૩૧૨ સામે ૨૯,૩૨૧ મથાળે ખુલીને નીચામાં ૨૯,૩૦૦ થઈ વધીને ૩૦,૦૨૫ સુધી પહોંચી અંતે ૩૦,૦૨૦ રહ્યો હતો. બેંક નિફટી એપ્રિલ ફયુચર ૩૭,૫૨૫ કોન્ટ્રેકટસમાં રૂ.૨૨,૩૫.૬૦ કરોડના કામકાજે ૨૯,૪૫૧.૬૦ સામે ૨૯,૪૭૭.૬૫ મથાળે ખુલીને નીચામાં ૨૯,૪૫૨ સુધી આવી વધીને ૩૦,૧૭૦ સુધી પહોંચી અંતે ૩૦,૧૫૨.૨૫ રહ્યો હતો. નિફટી માર્ચ ફયુચર ૧,૫૮,૪૮૭ કોન્ટ્રેકટસમાં રૂ.૧૩,૫૯૦.૮૮ કરોડના કામકાજે ૧૧,૩૭૦.૦૫ સામે ૧૧,૩૭૦ મથાળે ખુલીને નીચામાં ૧૧,૩૬૩.૨૫ થઈ વધીને ૧૧,૫૨૩ સુધી જઈ અંતે ૧૧,૫૨૨.૫૦ રહ્યો હતો. નિફટી એપ્રિલ ફયુચર ૭૬,૬૪૧ કોન્ટ્રેકટસમાં રૂ.૬૬૧૩.૮૨ કરોડના કામકાજે ૧૧,૪૩૬.૮૫ સામે ૧૧,૪૩૯.૯૫ મથાળે ખુલીને નીચામાં ૧૧,૪૩૨.૧૦ સુધી જઈ વધીને ૧૧,૫૯૯.૮૦ સુધી પહોંચી અંતે ૧૧,૫૯૯ રહ્યો હતો.

બેંકેક્સની ૭૧૬ પોઈન્ટની છલાંગ : ICICI, સ્ટેટ બેંક, , યશ બેંક, કોટક બેંક, બજાજ ફાઈ., રિલાયન્સ કેપિટલ, DHFL વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડો, મહારથીઓએ ઓલ રાઉન્ડ આક્રમક ખરીદી કરતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૭૧૬.૩૦ પોઈન્ટની છલાંગે ૩૩૪૪૦.૫૪ બંધ રહ્યો હતો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૫૦ ઉછળીને રૂ.૩૦૩.૩૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૦.૫૫ વધીને રૂ.૩૯૪.૦૫, યશ બેંક રૂ.૬.૭૦ વધીને રૂ.૨૫૩.૭૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૩૪.૦૫ વધીને રૂ.૧૩૪૨.૮૫, બેંક ઓફ બરોડા રૂ.૨.૯૦ વધીને રૂ.૧૨૧.૧૦, ફેડરલ બેંક રૂ.૧.૯૫ વધીને રૂ.૯૦.૮૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩૧ વધીને રૂ.૧૭૧૫.૪૫, એક્સીસ બેંક રૂ.૧૩.૩૫ વધીને રૂ.૭૫૭.૨૦, એચડીએફસી બેંક રૂ.૨૮.૨૦ વધીને રૂ.૨૩૧૦.૨૦, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૩.૯૦ વધીને રૂ.૯૧.૫૫, સિન્ડિકેટ બેંક રૂ.૧.૬૫ વધીને રૂ.૪૦.૨૦, કેનેરા બેંક રૂ.૧૦.૮૦ વધીને રૂ.૨૮૧.૪૫, બેંક ઓફ ઈન્ડિયા રૂ.૩.૩૦ વધીને રૂ.૧૦૧.૮૫, ઈન્ડિયન બેંક રૂ.૭.૧૦ વધીને રૂ.૨૬૧.૭૫, પીએનબી રૂ.૧.૯૫ વધીને રૂ.૯૨.૩૦, ઓરિએન્ટલ બેંક રૂ.૧.૮૦ વધીને રૂ.૧૦૮.૨૫, રિલાયન્સ કેપિટલ રૂ.૧૪.૫૦ વધીને  રૂ.૧૯૯.૮૫, રેપકો હોમ રૂ.૨૧.૧૫ વધીને રૂ.૪૫૯.૯૦, આઈડીએફસી લિમિટેડ રૂ.૧.૮૫ વધીને રૂ.૪૪.૭૫, ડીએચએફએલ રૂ.૫.૦૫ વધીને રૂ.૧૩૫.૩૫, ચૌલા ફિન રૂ.૪૮.૯૦ વધીને રૂ.૧૩૭૯.૭૫, પીએનબી ગિલ્ટ રૂ.૧.૦૫ વધીને રૂ.૩૧.૯૦, બજાજ ફાઈનાન્સ રૂ.૭૭.૫૫ વધીને રૂ.૨૯૩૦.૪૦, એલ એન્ડ ટી ફાઈનાન્સ રૂ.૩.૬૦ વધીને રૂ.૧૪૭.૬૦, ઉજ્જિવન રૂ.૭.૮૦ વધીને રૂ.૩૨૭.૮૦, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૨૦.૫૫ વધીને રૂ.૧૦૧૪.૬૫, ઈક્વિટાસ રૂ.૨.૬૦ વધીને રૂ.૧૩૧.૬૫, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૬.૩૦ વધીને રૂ.૭૩૦.૩૫, જીઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૪.૨૫ વધીને રૂ.૨૫૨.૨૫,  એબી કેપિટલ રૂ.૧.૮૫ વધીને રૂ.૧૦૧.૭૫ રહ્યા હતા.

ઓટો શેરોમાં એકસાઈડ, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ, કયુમિન્સ, ટાટા મોટર્સ, મારૂતી,  આઈશર મોટર્સ, મહિન્દ્રા, મધરસન વધ્યા

ઓટોમોબાઈલ શેરોમાં આજે ફંડોનું પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. એકસાઈડ રૂ.૬.૬૫ વધીને રૂ.૨૨૪.૦૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૭.૫૫ વધીને રૂ.૯૫૩.૬૦, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૮.૯૦ વધીને રૂ.૭૨૯, ટાટા મોટર્સ રૂ.૧.૭૫ વધીને રૂ.૧૭૩.૧૦, મારૂતી સુઝુકી રૂ.૫૫.૩૫ વધીને રૂ.૬૫૭૮.૮૦, આઈશર મોટર્સ રૂ.૧૭૬.૨૦ વધીને રૂ.૨૧,૩૫૮.૨૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪.૯૦ વધીને રૂ.૬૬૯.૨૦, મધરસન સુમી રૂ.૧.૦૫ વધીને રૂ.૧૪૫.૪૦, ભારત ફોર્જ રૂ.૩.૧૦ વધીને રૂ.૪૯૧, એમઆરએફ રૂ.૨૦૨.૨૫ વધીને રૂ.૫૬,૨૩૩.૮૦ રહ્યા હતા. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફંડોની આક્રમક તેજીએ રૂ.૪૨ ઉછળીને રૂ.૧૩૬૭: ગેઈલ, એચપીસીએલ, કેસ્ટ્રોલ, ઈન્દ્રપ્રસ્થ ગેસ વધ્યા

ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીમાં લેવાલી રહી હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી ઘટતાં અટકીને બ્રેન્ટ ૬૮ ડોલર નજીક આવ્યા હતા. અલબત રૂપિયા સામે અમેરિકી ડોલર સાત પૈસા ઘટીને રૂ.૬૮.૮૬ થઈ ગયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૧.૯૦ વધીને રૂ.૧૩૬૭.૧૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૭.૩૦ વધીને રૂ.૩૫૮.૬૦, કેસ્ટ્રોલ ઈન્ડિયા રૂ.૩.૧૫ વધીને રૂ.૧૬૩.૫૫, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૩.૪૦ વધીને રૂ.૩૦૭.૬૫, એચપીસીએલ રૂ.૨.૩૦ વધીને રૂ.૨૭૬.૭૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૧.૩૦ વધીને રૂ.૧૭૭.૩૫ રહ્યા હતા.

ફાર્મા શેરોમાં આકર્ષણ: લૌરસ લેબ્સ,  અલકેમ, સનોફી, યુનિકેમ લેબ., ગ્લેનમાર્ક, પિરામલ એન્ટર, સિન્જેન વધ્યા

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં આજે ફંડોની ફરી લેવાલી રહી હતી. લૌરસ લેબ રૂ.૧૬.૯૫ વધીને રૂ.૩૯૧.૪૫, અલકેમ રૂ.૫૮.૧૫ વધીને રૂ.૧૭૭૨.૨૫, સનોફી રૂ.૧૫૭.૮૫ વધીને રૂ.૫૭૧૮.૫૫, યુનિકેમ લેબ રૂ.૪.૮૦ વધીને રૂ.૧૯૫.૦૫, પિરામલ એન્ટરપ્રાઈસીઝ રૂ.૬૨.૩૦ વધીને રૂ.૨૬૩૬.૩૫, ગ્લેનમાર્ક રૂ.૧૨.૩૦ વધીને રૂ.૬૪૮.૫૫, સિન્જેન રૂ.૮.૨૦ વધીને રૂ.૫૭૩.૫૫, સન ફાર્મા રૂ.૫.૧૫ વધીને રૂ.૪૬૯.૩૫, ટોરન્ટ ફાર્મા રૂ.૨૦.૧૫ વધીને રૂ.૧૮૮૩.૬૫ રહ્યા હતા. 

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ઘટાડે ફંડો લેવાલ: ૧૩૭૭ શેરો પોઝિટીવ બંધ છતાં ૨૫૯ શેરોમાં ઓનલી સેલરની સર્કિટ

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓએ આજે ઘટાડે વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૫૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૩૭૭ અને ઘટનારની સંખ્યા ૧૩૨૫ રહી હતી. ૨૫૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૪૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

FIIની ફયુચર્સમાં જંગી રૂ.૨૫૮૫ કરોડની વેચવાલી, કેશમાં રૂ.૯૯૯ કરોડની ખરીદી: DIIની રૂ.૧૯૭ કરોડની વેચવાલી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-મંગળવારે કેશમાં રૂ.૯૯૯.૦૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૪૯૧૬.૭૧ કરોડની ખરીદી સામે રૂ.૩૯૧૭.૬૯ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૯૬.૭૦ કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૩૭૬૬.૦૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૯૬૨.૭૮ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં કુલ રૂ.૨૫૮૪.૯૪ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૧૮૮૩.૦૮ કરોડ અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૭૦૧.૮૬ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uroNmn
via Latest Gujarati News

Post a Comment

0 Comments