વર્ડપ્રેસ સાઈટ્સમાં માલવેર એટેક કરી રહ્યા છે હૈકર્સ, 500 વેબસાઈટને અસર


નવી દિલ્હી, 31 માર્ચ 2019, રવિવાર

ઈંટરનેટ પર હૈકર્સ દ્વારા માલવેર એટેકની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. હૈકર્સ આ એટેક કરી અને યૂઝર્સના ડિવાઈસને નુકસાન પહોંચાડવાની સાથે તેના ડેટા પર સરળતાથી મેળવી લેતા હોય છે. આવી જ ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવી છે. જેમાં હૈકર્સ એક લિંક વડે યૂઝરના કોમ્યૂટરમાં રૈંસમવેર અથવા તો માલવેર ઈંસ્ટોલ કરી દે છે. હૈકર્સ આ લિંકને યૂઝર્સ સુધી ઈમેલના માધ્યમથી મોકલે છે. યૂઝર્સ આ લિંક પર ક્લિક કરે એટલે તુરંત તેમના પીસીમાં માલવેર ઈંસ્ટોલ થઈ જાય છે. 

તાજેતરમાં સામે આવેલી એક રીપોર્ટ અનુસાર હૈકર્સએ આ રીતે એટેક કરી અને 500થી વધારે વેબસાઈટને નિશાન બનાવી છે. આ તમામ વેબસાઈટ પોપ્યૂલર કન્ટેટ મેનેજમેન્ટ સિસ્ટમ પર તૈયાર કરવામાં આવી છે. હૈકર્સ વર્ડ પ્રેસ, જુમલા, પ્લગઈન,થીમ્સ અને એક્સટેંશનની મદદ લેતા હોય છે. એટલું જ નહીં હૈકર્સ વેબસાઈટને હૈક કરવા માટે હિડન HTTPનો ઉપયોગ કરે છે. 

હિડન ડાયરેક્ટરી અને સીએમએસનો ઉપયોગ કરતી 500થી વધારે વેબસાઈટ પર આ રીતે એટેક થઈ ચુક્યો છે. જેમાંથી વર્ડપ્રેસ અને જૂમલા પર કામ કરતી વેબસાઈટને સૌથી વધારે નુકસાન થયું છે. રિસર્ચના જણાવ્યાનુસાર હૈકર્સ આ પ્રોગ્રામને યૂઝર્સ સુધી પહોંચાડવા માટે અલગ અલગ વેબસાઈટનો ઉપયોગ કરે છે. જો કે હાલ આ એટેક પાછળ શું કારણ હોય શકે તેના વિશે કોઈ જાણકારી મળી નથી. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FMsWYz
via Latest Gujarati News

Post a Comment

0 Comments