
(પીટીઆઈ) બેઈજિંગ, તા.30 માર્ચ, 2019, શનિવાર
ચીનના શાનદોંગ પ્રાંતમાં આવેલી એક ખાનગી ફેક્ટરીમાં ગેસ લીકેજને કારણે વિસ્ફોટ થયો હતો જેમાં પાંચ લોકોના મોત થયા છે અને ત્રણને ઈજા પહોંચી છે. છેલ્લા એક સપ્તાહના ગાળામાં ચીનમાં દુર્ઘટનાનો આ બીજો બનાવ નોંધાયો છે.
ચીનના કિંગઝુ શહેરમાં સ્થાનીય સમયાનુસાર સવારે ૯:૩૫ કલાકે આ વિસ્ફોટ થયો હતો જેમાં પાંચ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ખાનગી ફેક્ટરીમાં ગેસ લીકેજને લીધે વિસ્ફોટ થવાના આ કેસમાં સ્થાનિક પોલીસે ફેક્ટરીના માલિકની ધરપકડ કરી છે.
લિક્વિફાઈડ ગેસની ટેન્કમાં લીકેજ થવાને કારણે આ દુર્ઘટના ઘટી હતી અને તે અંગે તપાસ શરૂ કરી દેવાઈ છે. એક સપ્તાહ પહેલા જ ચીનના જિયાંગ્સુ પ્રાંતમાં આવેલા કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો જેમાં ૭૮ લોકોના મોત થયા હતા અને ૬૦૦ જેટલા લોકો ઘવાયા હતા.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V2eZuC
via Latest Gujarati News
0 Comments