ક્રૂડતેલ ઉછળી 68 ડોલર બોલાયું: ડોલર સામે રૂપિયો ઉંચકાયોઃ પાઉન્ડ રૂ.91 કુદાવી ગયો

મુંબઈ,તા. 26  માર્ચ, 2019, મંગળવાર

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ધીમો ઘટાડો જોવા મળ્યો હતો. કરન્સી બજારમાં  રૂપિયા સામે ડોવરના ભાવ વધ્યા પછી  ફરી નીચા આવ્યા હતા.  વિશ્વ બજારમાં  કિંમતી ધાતુઓના  ભાવ ઉંચા  ગયા પછી  ઘટયાના વાવડ  હતા. મુંબઈ કરન્સી બજારમાં  ડોલરના ભાવ રૂ.૬૮.૯૪  વાળો ૬૮.૮૯ ખુલી રૂ.૬૮.૯૯ રહ્યા પછી  નીચામાં  ભાવ ૬૮.૭૭ રહ્યા પછી  બંધ રૂ.૬૮.૮૬ હતા. ડોલરના ભાવ આજે ૮ પૈસા ઘટયા હતા. 

  બ્રિટીશ પાઉન્ડના ભાવ ૩૫ પૈસા વધી રૂ.૯૧ની સપાટી વટાવી રૂ.૯૧.૧૮થી ૯૧.૧૯ હતા.  બ્રેકઝીટ પ્રશ્ને બ્રિટનના સમાચાર સાનુકૂળ હતા.  યુરોના ભાવ આજે  ૭૭.૯૩થી ૭૭.૯૪ના મથાળે  શાંત હતા.  વિશ્વ બજારમાં  સોનાના ભાવ ઔંશના વધાી  ઉંચામાં ૧૩૨૩થી ૧૩૨૪ ડોલર સુધી ગયા પછી ફરી નીચા  ઉતરી સાંજે ભાવ ૧૩૧૬.૫૦થી ૧૩૧૬.૬૦ ડોલર  રહ્યા હતા.

  મુંબઈ બજારમાં  સોનાના ભાવ ૧૦ ગ્રામના  જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૨૦૭૦ વાળા ૩૨૦૦૫ તથા ૯૯.૯૦ના રૂ.૩૨૧૯૫ વા ળા૩૨૧૩૦  બંધ હતા. જીએસટી  સાથેના ભાવ આ ભાવથી આશરે  ૩ ટકા ઉંચા હતા.

મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૮૧૫૦ વાળા રૂ.૩૮૦૪૫  બંધ રહ્યા પછી  સાંજે ભાવ  રૂ.૩૮૦૨૫થી   ૩૮૦૫૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૧૧૦૦થી ૧૧૫૦ ઉંચા હતા.  વિશ્વ બજારમાં ચાંદીના ભાવ સોના પાછળ  ઔંશના ઉંચામાં  ૧૫.૫૮થી  ૧૫.૫૯ ડોલર થઈ સાંજે ભાવ ૧૫.૪૫થી ૧૫.૪૬  ડોલર હતા. 

પ્લેટીનમના ભાવ ઘટી સાંજે ૮૫૨થી ૮૫૨.૧૦ ડોલર તથા પેલેડીયમના ઘટી સાંજે ૧૫૫૦.૭૦થી ૧૫૫૦.૮૦ ડોલર હતા.  ક્રૂડતેલના ભાવ જોકે ઝડપી એકથી દોઢ ટકો  વધી આવ્યાના વાવડ હતા.વેનેન્ઝુએલાથી પુરવઠો ઘટયાના   નિર્દેશો હતા.  બ્રેન્ટક્રૂડના ભાવ ઉછળી બેરલના સાંજે ૬૭.૯૯ ડોલર બોલાયા હતા. ન્યુયોર્કના ભાવ વધી   ૫૯.૮૭ ડોલર હતા. ન્યુયોર્ક  કોપર વાયદો  સાંજે ૦.૧૦થી ૦.૧૫  ટકા માઈન્સમાં  હતો.  ગાઝા  ત્રાસવાદીઓએ ઈઝરાયલના ટાઇન્સ પર હુમલો કર્યાના સમાચારની અસર પણ આજે  ક્રૂડતેલની  બજાર પર દેખાઈ હતી. ઈઝરાયલે તાજેતરમાં  હમાસ બીડર પર હુમલો કરતા તેના પ્રતિસાદમાં  ગાઝાના ત્રાસવાદીઓએ ઈઝરાયલના ટાઉન્સ પર હુમલાઓ કર્યાની ચર્ચા વિશ્વ બજારમાં  સંભળાઈ રહી હતી.

અમેરિકામાં  ટ્રીઝરીનું  વળતર જે ઘટીને ૨૦૧૭ના અંત  ભાગ પછીના ગાળામાં  ગણતાં  નવી નીચી સપાટીએ ઉતર્યું હતું.    તે આજે તળિયેથી  ફરી વધી આવ્યાના  વાવડ હતા તેના પગલે વિશ્વ  બજારમાં  સોનામાં ઉછાળે ફંડવાળા  વેંચવા આવ્યા હતા.    સોનાના ભાવ  વિશ્વ બજારમાં  ઉંચામાં  ૪ સપ્તાહની ટોચે પહોચ્યા પછી  નીચા ઉતર્યા  હતા. સાઉથ આફ્રિકાથી  મળતા સમાચાર મુજબ ત્યાં  સોનાની તથા અન્ય કિંમતી ધાતુઓની ખાણોમાંથી   ૯૦ હજાર કામદારોને  ૩ વર્ષમાં  છૂટ્ટા કરવા નિર્ણય કરાયો છે.  

જર્મનીનો   બિઝનેસ મોરલ આંક આજે ઉંચો આવ્યો હતો. લંડન બજારમાં આજે  કોપરના ભાવ ટનના ૩ મહિનાના વાયદાના  ૬૩૪૦ ડોલર હતા. કોપરનો સ્ટોક ૧૫૨૫ ટન ઘટયો હતો.  સીસાનો સ્ટોક  ૫૦ ટન  વધ્યો હતો અન્ય ધાતુઓનો સ્ટોક ઘટયાના સમાચાર હતા.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HYQ3Rf
via Latest Gujarati News

Post a Comment

0 Comments