મુંબઈ,તા. 26 માર્ચ, 2019, મંગળવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે ભાવ નરમ હતા. નવી માગ પાંખી હતી. વેપારો છૂટાછવાયા હતા. વિશ્વ બજારના સમાચારો પણ નિરુત્સાહી હતા. મુંબઈઆ હાજર બજારમાં સિંગતેલના ભાવ ૧૦ કિલોના રૂ.૯૮૫ હતા.
રાજકોટ બાજુ ભાવ રૂ.૯૫૦થી ૯૭૫ તથા ૧૫ કિલોના રૂ.૧૫૩૦થી ૧૫૫૦ હતા. ત્યાં કોટન વોશ્ડના ભાવ રૂ.૭૦૭થી ૭૧૦ વાળા વધુ ઘટી રૂ.૭૦૦થી ૭૦૫ રહ્યાના સમાચાર હતા. મુંબઈ બજારમાં ૧૦ કિલોના ભાવ રૂ.૭૫૨ વાળા રૂ.૭૫૦ હતા. મુંબઈમાં સનફલવારના ભાવ ૭૧૫ વાળા ૭૧૨ જ્યારે રિફા.ના ભાવ ૭૭૦ વાળા ૭૬૫ બોલાયા હતા.
પામતેલના ભાવ હવાલા રિસેલના રૂ.૫૯૨ તથા જેએનપીટીના રૂ.૫૯૦ હતા. વેપારો ધીમા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૧૭ હતા. વાયદા બજારમાં આજે સીપીઓ વાયદાના ભાવ રૂ.૫૨૦.૫૦ થયા પછી રૂ.૫૧૬.૮૦ થઈ સાંજે ભાવ રૂ.૫૧૭.૫૦ હતા જ્યારે સોયાતેલના વાયદાના ભાવ રૂ.૭૩૬.૫૦ રહ્યા પછી રૂ.૭૩૪ રહી સાંજે ૭૩૫ બોલાયા હતા. મલેશિયામાં પામતેલનો વાયદો ઘટી સાંજે ૨૬,૧૧, ૮ તથા ૮ પોઈન્ટ વિવિધ ડિલીવરીઓમાં માઈનસમાં હતો જોકે ત્યાં પામ પ્રોડકટના ભાવ અઢીથી પાંચ ડોલર ઉંચા બોલાયા હતા.
ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઆઈટ જોકે ૧૧૫, ૯૪ તથા ૨૯ પોઈન્ટ પ્લસમાં હતો. અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૧૬થી ૧૭ પોઈન્ટ વધ્યા પછી પ્રોજેકશનમાં ભાવ સાંજે ૪ પોઈન્ટ નરમ બોલાયા હતા. ઓવરનાઈટ ટ્રેન્ડમાં સોયાબીનનો વાયદો ૨૨થી ૨૬ પોઈન્ટ વધ્યો હતો જ્યારે સોયાખોળનો વાયદો સાંકડી વધઘટે સ્થિર હતો. અમેરિકા તથા ચીન વચ્ચે ચાલી રહેલી મંત્રણાઓ પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર હતી.
દરમિયાન મુંબઈ હાજર બજારમાં આજે કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૨૧૦ વાળા વધુ નીચા ઉતરી રૂ.૧૨૦૦ બોલાયા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૭૭૦ વાળા ૭૬૫ હતા. સોયાતેલના ભાવ ડિગમના ૬૯૫ વાળા ૬૯૩ જયારે રિફા.ના રૂ.૭૪૩ વાળા ૭૪૦ હતા.
મુંબઈ દિવેલ હાજર તથા એરંડા હાજરના ભાવ આજે સાંકડી વધઘટે અથડાતા હતા. મુંબઈ ખોળ બજારમાં કપાસિયા ખોળના ભાવ ટનના રૂ.૨૬૫૦૦ વાળા ૨૬૮૦૦ હતા. જ્યારે સનફલાવર ખોળના ભાવ રૂ.૨૩૦૦૦ વાળા ૨૩૫૦૦ હતા. એરંડા ખોળના ભાવ ૪૧૫૦ વાળા ૪૦૫૦ હતા. અન્ય ખોળો શાંત હતા.
વિશ્વ બજારના સમાચાર મુજબ અમેરિકામાં મકાઈનું વાવેતર ઘટી રહ્યું છે સામે સોયાબીનનું વાવેતર વધી રહ્યું છે. શિકાગો સોયાબીન વાયદા બજારમાં ફંડવાળાઓએ મંદીના ઓળિયા ઘટાડયા છે. આવા ઓળિયા તાજેતરમાં ત્યાં ૨૫થી ૨૬ હજાર કોન્ટ્રેકટ જેટલા ઘટાડવામાં આવ્યા છે.
ઘરઆંગણે મધ્ય-પ્રદેશ બાજુ મથકોએ સોયાબીનની આવકો સવારે ૨૪થી ૨૫ હજાર ગુણી નોંધાઈ હતી ત્યાં હાજર ભાવ રૂ.૩૬૭૫થી ૩૭૫૦ તથા પ્લાન્ટના રૂ.૩૭૫૦થી ૩૮૦૦ હતા જ્યારે સોયાતેલના ભાવ રૂ.૭૦૫થી ૭૧૦ તથા રિફા.ના રૂ.૭૫૦થી ૭૫૫ હતા.
દરમિયાન ઘરઆંગણે સીપીઓ વાયદાના ભાવ સાંજે માર્ચના રૂ.૨.૫૦ નરમ હતા એપ્રિલના ૩૦ પૈસા ઉંચા હતા. સોયાતેલ વાયદાના ભાવ સાંજે એપ્રિલના ૧.૧૦ નરમ હતા. એરંડા વાયદાના ભાવ આજે સાંજે એપ્રિલના રૂ.૨૦ તથા મેના રૂ૧૬ ઉંચા હતા. ન્યુયોર્ક કોટન વાયદો સાંજે પ્રોજેકશનમાં માઈનસમાં હતો શિકાગો પ્રોજેકશન સાંજે સોયાતેલ, સોયાબીન તથા સોયાખોળના વાયદામાં માઈનસમાં રહ્યું હતું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HUHVku
via Latest Gujarati News
0 Comments