(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૭
ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના દારૃની કંપની યુનાઇટેડ બુ્રઅરીઝ હોલ્ડિંગ (યુબીએચએલ)ના ૭૪ લાખ શેર વેચવાથી ૧૦૦૮ કરોડ રૃપિયા મળ્યા છે તેમ ઇડીએ આજે એક નિવેદનમાં જણાવ્યું હતું.
આ શેરોનું વેચાણ બેંગલોર સ્થિત ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ દ્વારા કરવામાં આવ્યું છે. ઇડીએ જણાવ્યું છે કે માલ્યાની વિરુદ્ધ ચાલી રહેલી મની લોન્ડરિંગ કેસની તપાસ અંગે એજન્સીઓએ માલ્યાના યુબીએચએલના શેર જપ્ત કર્યા હતાં.
આ શેર યસ બેંકની પાસે હતાં. કર્ણાટક હાઇકોર્ટે તાજેતરમાં જ યસ બેંકને આ શેર બેંગાલુરુ સ્થિત ડીઆરટીને સુપ્રત કરવાના આદેશ આપ્યો હતો.
ત્યારબાદ ડીઆરટીના રિકવરી અધિકારીએ યુબીએચએલના ૭૪,૦૪,૯૩૨ શેરોના વેચાણ માટે આ મહિનાની શરૃઆતમાં નોટિસ પ્રકાશિત કરી હતી.
એજન્સીએ જણાવ્યું છે કે ઇડી દ્વારા ભરવામાં આવેલા પગલા, આપવામાં આવેલી માહિતી અને કિંગફિશર એરલાઇન્સ તથા માલ્યા પર ભારતીય સ્ટેટ બેંકના નેતૃત્ત્વવાળા સમૂહની બાકી રકમને ધ્યાનમાં રાખીને વિશેષ પીએમએલએ કોર્ટે ૨૬ માર્ચે આ શેર વેચવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ ડીઆરટીના રિકવરી અધિકારીએ બુધવારે શેરો વેચ્યા હતા જેનાથી ૧૦૦૮ કરોડ રૃપિયા મળ્યા હતાં.
કિંગફિશર એરલાઇન્સ દ્વારા લેવામાં આવેલી લોનની સિક્યુરિટી રૃપે આ શેર યસ બેંકની પાસે હતાં.
ઉલ્લેખનીય છે કે માલ્યા કેટલાક વર્ષોથી લંડનમાં છે અને તેને ભારત પરત લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. બેંકો સાથે ૯૦૦૦ કરોડ રૃપિયાની છેતરપિંડી કરવા બદલ ઇડી અને સીબીઆઇ માલ્યાની તપાસ કરી રહી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FDQFd7
via Latest Gujarati News
0 Comments