કાશ્મીરમાં ચૂંટણી ટાણે આતંકની આશંકા, 7 વૉન્ટેડ આતંકીઓના પોસ્ટર જાહેર

શ્રીનગર, તા. 28 માર્ચ 2019 ગુરુવાર

ચૂંટણીમાં આતંકી સંગઠન હિંસા ભડકાવવાના ફિરાકમાં છે. તે જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદી હિંસાને પણ હવા આપી શકે છે. જેથી કિશ્તવાડ જિલ્લા પોલીસે જિલ્લામાં વૉન્ટેડ 7 આતંકવાદીઓના પોસ્ટર જાહેર કર્યા છે. આ આતંકવાદીઓ વિશે જાણકારી આપનાર માટે રોકડ ઈનામ, સરકારી નોકરી અને પૂર્ણ સુરક્ષાનું વચન આપવામા આવ્યુ છે. 

કિશ્તવાડ પોલીસે સાત વૉન્ટેડ આતંકવાદીના ફોટોગ્રાફ અને માહિતી દર્શાવતા વિશાળ બેનર અને પોસ્ટર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનની બહાર લગાડ્યા આવ્યા છે. જેની પર આતંકીઓ વિશે જાણકારી આપવા માટે ટેલીફોન નંબર પણ આપવામાં આવ્યા છે.

કિશ્તવાડના વરિષ્ઠ પોલીસ અધિકારી શક્તિ પઠાણે આ વિશેમાં જાણકારી આપતા કહ્યુ કે હવે સમય આવી ગયો છે કે જનતા આ આતંકવાદીઓને ઓળખે. જેમાંથી 6 આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીન અને એક લશ્કર-એ-તૈયબાના છે. 

એસએસપી પઠાણ અનુસાર આતંકવાદી સુધી પહોંચવા લાયક માહિતી આપનારને યોગ્ય પુરસ્કાર આપવામાં આવશે. તેને સરકારી નોકરી અને સમગ્ર સુરક્ષા આપવામાં આવશે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U6pT6p
via Latest Gujarati News

Post a Comment

0 Comments