
મુંબઇ તા.28 માર્ચ 2019, ગુરુવાર
એક પછી એક હિટ ફિલ્મો આપ્યા બાદ મોખરાની અભિનેત્રી ગણાતી થઇ ગયેલી કૃતિ સેનન સોશ્યલ મિડિયા પર પોતાના ચાહકો સાથે સંદેશવ્યવહાર કરતી વખતે ચાહકોના બર્થ ડે પર પણ વીશ કરતી રહી હોવાની માહિતી મળી હતી.
જો કે એ બાબતે પૂછતાં કૃતિએ કહ્યું કે વાસ્તવમાં મારી મમ્મી ગીતા સેનન સોશ્યલ મિડિયા પર મારા કરતાં વધુ એક્ટિવ છે અને એ ફ્રી હોય ત્યારે સોશ્યલ મિડિયા પર ચેટ કરે છે. હું શૂટિંગમાંથી ઘેર પાછી ફરું ત્યારે મમ્મી મને જાણ કરે છે કે તારા ફલાણા ફેનનો બર્થ ડે ફલાણે દિવસે છે. એટલે હું તક ઝડપી લઉં છું અને મારા ફેનને બર્થ ડે વીશ કરું છું.
'પોતાની માનીતી અભિનેત્રીનો બર્થ ડે વીશ કરતો સંદેશ મળે એટલે ફેન ખુશ થઇ જાય છે. એ રીતે પણ મારી ફેનમેલ વધે છે. હું સતત મારા ફેન્સ સાથે સંપર્કમાં રહેવાના પ્રયાસો કરતી રહી છું' એમ કૃતિએ કહ્યું હતું.
આમ યુવાન કલાકારો પોતાના ચાહકો સાથે સતત સંપર્કમાં રહીને એમના સારાનરસા પ્રસંગે એમને સંદેશા મોકલતા થયા છે એટલે આપોઆપ મોઢામોઢ પ્રચાર થતાં એમના ફેનમેલમાં વધારો થતો રહે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FEMiP4
via Latest Gujarati News
0 Comments